તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બાકરોલ રોડ પર હરિઓમનગર પાસે અસહ્ય ગંદકીથી લોકો ત્રસ્ત

બાકરોલ રોડ પર હરિઓમનગર પાસે અસહ્ય ગંદકીથી લોકો ત્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ-બાકરોલરોડ પર શ્રીજીનગર પાસે આવેલ જીઇબીની ડીપી નજીક રહીશો કચરો ઠાલવતાં હોવાથી અસહ્ય ગંદકી ફેલાઇ છે. તેથી ભારે દુર્ગંધ મારે છે. જેના કારણે આજુબાજુના લોકો ત્રાસી ગયા છે. અને ડીપીની આસપાસ ગાયો અડ્ડો જમાવીને બેસી જતી હોય છે. તેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડે છે. અંગે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આણંદ-બાકરોલ રોડ પર હરિઓમનગર અને શ્રીજીનગર ઝુપડપટ્ટી વિસ્તાર પાસે આવેલ જીઇબીની ડીપી નજીક રહીશો દ્વારા કચરો ઠલવાતો હોવાથી અસહ્ય ગંદકી ફેલાય છે. કેટલાંક લોકો ખાવાની વસ્તુઓ પણ આજ જગ્યાએ મુકતાં હાેવાથી ગાયોના ટોળાં પણ આખો દિવસ અહિંયા જોવા મળે છે. ગાયોને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓ પડે છે. તો વળી ક્યારેક નાના-મોટા અકસ્માત થાય છે. વિસ્તારમાં ગંદકીને કારણે મચ્છર અને જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી નાની-મોટી બીમારીમાં લોકો સપડાય છે. અંગે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાતા નથી.

બાકરોલમાં અસહ્ય ગંદકીથી રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...