તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વેકેશનમાં બંધ થયેલી ગામડાંની બસો પુન: શરૂ થઇ જતાં ખુશી

વેકેશનમાં બંધ થયેલી ગામડાંની બસો પુન: શરૂ થઇ જતાં ખુશી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાન્યરીતે વેકેશન પડે કે રજાઓ હોય તો ગામડાંના બસના રૂટ બંધ થઇ જતા હતા જેને લીધે લોકોને અત્યંત હાલાકીનો સામનો કરવો પડતો હતો, મોંઘાં ભાડાં ખર્ચી પ્રાઇવેટ વાહનોના ભરોસે રહેવું પડતું હતું.

તાજેતરમાં એસટી વિભાગે લોકોની રજૂઆતોને ધ્યાને લઇને બંધ પડેલા રૂટો ચાલુ રાખતાં લોકોને તાલુકા મથકે આવાગમનમાં સરળતા પડી હતી. આણંદપર (યક્ષ) ઉપરાંત પલીવાડ, સાંયરા, દેવપર, વિથોણ, ધાવડા, અંગીયા નાના-મોટા, નાગલપર સહિતના ગામોના લોકોએ વિભાગીય નિયામકનો આભાર માન્યો હતો.આ બસ ફરી શરૂ થવાથી ગામડાના વિદ્યાર્થીઓમાં પણ ભારે ખુશી ફેલાઇ હતી.

રજાઓમાં રૂટ બંધ થઇ જતા લોકોને હાલાકી ભોગવવી પડતી

અન્ય સમાચારો પણ છે...