તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ગાંધીધામ બાન્દ્રા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે

ગાંધીધામ-બાન્દ્રા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રીસમસ,ન્યુયરની રજામાં પ્રવાસીઓના સંભવીત ધસારાને પહોંચી વળવા માટે પશ્ચીમ રેલવેએ ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કુલ 6 ટ્રીપ કરશે.

રેલવેની સતાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 09433 નંબરની ટ્રેન દર શનિવારે બાન્દ્રા ટર્મિનસથી રાત્રે 12.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1-50ના ગાંધીધામ પહોંચશે. પરતમાં 09434 નંબરની ટ્રેન ગાંધીધામથી દર શનિવારે સાંજે 4-35ના ઉપડશે અને બીજા દિવસે સવારે 6-15ના બાન્દ્રા પહોંચશે.

ટ્રેન બન્ને દિશાએથી 23 અને 30 ડિસેમ્બર તેમજ 6 જાન્યુઆરીના ઉપડશે. ટ્રેનમાં ટુ ટાયર એસી, થ્રી ટાયર એસી, સ્લિપર અને સેકન્ક કલાસ શ્રેણીના કોચ જોડાશે. ટ્રેન બોરીવલી, વાપી,સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વીરમગામ, ધાંગધ્રા, સામખિયાળી અને ભચાઉ સ્ટેશન પર થોભશે. સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન માટે પ્રવાસીઓને વીશેષ ભાડું ચુકવવું પડશે. માટેનું બુકીંગ 30 નવેમ્બરથી શરૂ થશે રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેન ઘણીજ ઉપયોગી સાબીત થશે.

ડિસેમ્બર-જાન્યુઆરીમાં કરશે 6 ટ્રીપ: 30મીથી બુકીંગ શરૂ

અન્ય સમાચારો પણ છે...