તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુડીયાપુરા પ્રા.શાળામાં શિક્ષિકા ઉપર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદતાલુકાન મહુડીયાપુરા પ્રાથમિક શાળામાં એક શખ્સે અગમ્ય કારણોસર ધારીયું લઈને આવ્યો હતો અને શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાને માર માર્યો હતો.

પેટલાદના મહુડીયાપુરામાં રહેતા અંબાલાલ ગોરધન પરમાર સોમવારે સાંજે સાડા ચાર કલાકે મહુડીયાપુરાની પ્રાથમિક શાળામાં કોઈ પણ કારણ વગર ધારીયું લઈને ધસી ગયો હતો. તે અપશબ્દ બોલતો હતો. મામલે ફરજ બજાવતા શિક્ષિકા હિનાબેન સંજયભાઈએ તેમને અટકાવતા તેમણે ઉશ્કેરાઈને તેમના પર હુમલો કર્યો હતો. બનાવમાં શિક્ષિકાબેનને નહીંવત ઈજા પહોંચી હતી. અંગે મહેળાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...