તારાપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા સભા યોજાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમઆદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે કાર્યકરોને કામે લાગી જવા માટેની હાકલ ગુજરાતના સંયોજક ડો. કનુભાઇ કલસારિયાએ કરી હતી. તારાપુરમાં આવેલા જલારામ મંદિર ખાતે આણંદ જિલ્લાના વિધાનસભાદીઠ કાર્યકરો અને હોદેદારોને એક સભા યોજાવામાં આવી હતી. તેમજ આગામી દિવસોની રણનિતી પણ તબકકા વાર નકકી કરવામાં આવશે. તે અંગેનો પણ નિર્ણય લેવામાં આવશે.

તારાપુર ચોકડી ખાતે આવેલા જલારામ મંદિર ખાતે આપ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સભામાં આણંદ જિલ્લામાં આવેલી તમામ વિધાનસભાદીઠ સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. જેમાં દિલ્હીથી ખાસ આપ ગુજરાતના પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિહ યાદવ હાજર રહ્યાં હતા. તેઓએ દિલ્હીમાં આપ દ્વારા કરવામાં અાવેલી સંગઠનની કામગીરી સહિતીની બાબતો અંગેની માહિતી આપી હતી. સાથે સાથે તમામને આગામી વિધાનસભાની ચૂંટણી માટે તબકકાવાર કાર્યક્રમો આપવામાં આવશે. તે અંગેની માહીતી પણ આપવામાં આવશે.

તારાપુરમાં આવેલા જલારામ મંદિર ખાતે એક સભા યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...