• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં આગામી દિવસોમાં પવનની ઝડપ વધવાનો વર્તારો

આણંદમાં આગામી દિવસોમાં પવનની ઝડપ વધવાનો વર્તારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લામાં મંગળવારે 10.5 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા સાથે વાદળો આવતાં તાપમાનનો પારો ઘટીને 40 ડિગ્રીની નીચે નોંધાયો હતો. જેના કારણે કાળઝાળ ગરમીથી થોડી રાહત અનુભવાઇ હતી પણ વાતાવરણમાં બફારો થતાં પરસેવે રેબઝેબ થઇ લોકો પરેશાન થઇ ગયા હતા. આગામી પાંચ દિવસ વાદળોની અવરજવર વચ્ચે પવનની ઝડપ મધ્યમથી વધુ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી, ભેજનું પ્રમાણ 74 ટકા, પવનની ઝડપ 10.5 કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ-પશ્ચિન નોંધાઇ હતી. છેલ્લા એક અઠવાડિયાથી છુટાછવાયા વાદળો આવવા સાથે પવનની ઝડપ વધુ રહેતાં ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે. મંગળવારે દિવસ દરમિયાન વાતાવરણ અંશત: વાદળછાયું રહ્યું હતું. તેમજ 10.5 કિમીની ઝડપે ફુંકાતા પવનની લહેરોથી ગરમીમાં રાહત અનુભવાતી હતી. વાદળો આવતાં ગરમીનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં ઉકળાટભર્યા વાતાવરણથી લોકો આકુળવ્યાકુળ થઇ ગયા હતા.

ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ ભેજવાળું અને ગરમ રહેવાની આગાહી કરવામાં આવી છે. આકાશ વાદળછાયું અને પવનની ઝડપ મધ્યમથી વધુ રહેવાનો વર્તારો કરવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં અંશત: વાદળછાયા વાતાવરણમાં પવનની ઝડપ વધુ રહેશે. વર્ષે ઉનાળામાં રેકર્ડબ્રેક ગરમીનો પ્રકોપ સહન કર્યા બાદ ઉકળાટભર્યા વાતાવરણથી ત્રસ્ત થઇ ગયેલા લોકો હવે વરસાદ માટે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...