• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બોરસદની મહિલા ઉપર અમદાવાદના સાસરિયાએ ત્રાસ ગુજારતાં ફરિયાદ

બોરસદની મહિલા ઉપર અમદાવાદના સાસરિયાએ ત્રાસ ગુજારતાં ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદિજલ્લામાં બે પરિણીતાને ઘરના કામકાજ માટે પતિ સહિત સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો હોવાની બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદ ખાતે રહેતાં સલીમમહંમદ અબ્દુલ લતીફ શેખના લગ્ન બોરસદમાં રાજા મહોલ્લામાં રહેતાં સાલેહાબાનુ સાથે કરવામાં આવ્યાં હતાં. લગ્ન કરી સાસરે ગયેલાં સાલેહાબાનુને થોડા સમય સુધી સારીરીતે રાખ્યાં બાદ તેના સાસરિયાએ ઘરના કામકાજ બાબતે ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. દરમિયાન તાજેતરમાં સલીમમહંમદને તેના ભાઇ અને બહેનોએ ચઢમણી કરતાં પત્ની સાલેહાબાનુને ઘરના કામકાજ બાબતે ઝઘડો કરી માર મારી શારીરીક માનસીક ત્રાસ આપી ઘરેથી કાઢી મૂકયાં હતાં. અંગે સાલેહાબાનુની ફરિયાદ આધારે બોરસદ શહેર પોલીસે અમદાવાદ શાહબાગ કેમ્પ ખાતે રહેતાં સલીમમહંમદ અબ્દુલલતીફ શેખ, ઇમ્તેહામખાબ અબ્દુલલતીફ શેખ, સીરીનબહેન મોહસીન અબ્દુલલતીફ શેખ, શબાનાબાનુ તસ્લીમ આરીફ શેખ અને મનાબહેન ફુલવાળા શેખ સામે ગુનો નોંધ્યો હતો.

ઉપરાંત બોરસદના બનેજડા ખાતે રહેતાં અરવિંદભાઇ ભાનુભાઇ ઠાકોરે છેલ્લા કેટલાક સમયથી પોતાની પત્ની ભાવનાબહેનને ઘરના કામકાજ બાબતે કોઇને કહો બહાના કાઢી ‘તને કામ કરતાં આવડતુ નથી.’ તેમ કહી મહેણાં મારી શારીરીક માનસીક ત્રાસ ગુજારતાં હતાં. ત્રાસથી કંટાળેલા ભાવનાબહેને આખરે િવરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અરવિંદભાઇ ભાનુભાઇ ઠાકોર સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...