સુણાવમાં વાજબી ભાવની દુકાન પર દરોડા
પેટલાદાનાસુણાવ ગામે વાજબી ભાવની દુકાન પર જિલ્લા પુરવઠા િવભાગના નિરીક્ષકો દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. રેકર્ડની નિભાવણી કરવામાં આવતી હોવાથી પરવાનેદારની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું પુરવઠા િવભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
સરકાર દ્વારા સરકારી અનાજના કાળા બજારને રોકવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ દુકાનોની ચકાસણી કરીને સાચા લાભાર્થીઓને અનાજનો જથ્થો મળી રહે તે માટેની સૂચના આપવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને પુરવઠા િવભાગ દ્વારા પેટલાદ તાલુકાના સુણાવ ગામે આવેલ વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી કરી હતી. તપાસણી દરમિયાન સંચાલક િદપેશ પટેલ પાસેથી જરૂરી રેકર્ડની માગણી કરવામાં આવી હતી, પરંતુ સ્થળ પર કોઇ પણ પ્રકારનું રેકર્ડ નિયમોનુસાર નિભાવવામાં આવ્યું હતું. તેમજ ખાંડનો જથ્થો પણ મળી આવ્યો હતો. સરકારના નિયમોનુસાર દુકાનદારે રેકર્ડની નિભાવણી કરવામાં ના આવતાં તેઓની સામે પગલાં ભરવા માટે તેમજ દુકાનમાં રહેલાં જથ્થાને પણ સીઝ કરીને જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ આપવામાં આવ્યો છે.