બાકરોલમાં તબીબના બંધ ઘરમાંથી રૂ. 1.10ની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદપાસેના બાકરોલમાં રહેતા તબીબના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રોકડા રૂા. નેવું હજાર મળી કુલ રૂા. 1.10 લાખની મત્તાની ચોરી કરી હતી.

બાકરોલમાં આવેલી લક્ષ રેસીડેન્સીમાં ડો. હર્ષ મૂલચંદ માંડલ રહે છે. તેઓ ઈન્દોર ખાતે આવેલી તેમની સાસરીમાં ગત 22 જૂનના રોજ ગયા હતા. દરમિયાન મંગળવારે સવારે ઈન્દોરથી પરત ફર્યા હતા. જોકે, તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોતા તેઓ ચોંકી ગયા હતા. ઘરમાં ચોરી થયાની જાણ થતાં તેમણે વિદ્યાનગર પોલીસને બનાવની જાણ કરી હતી. તસ્કરો તેમના ઘરમાંથી રોકડા રૂા. 90 હજાર તેમજ ચાંદીના વાસણો મળી કુલ રૂ. 1.10 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ વિદ્યાનગર પોલીસે સામે આવેલા ઘરના સીસીટીવી ફૂટેજ લીધા હતા. જેમાં ત્રણ શખ્સો ત્રણ કલાકે ઘરમાં પ્રવેશ્યા હતા અને સાડા ત્રણ કલાકે ચોરી કરી નીકળી ગયા હતા. માત્ર અડધા કલાકમાં ખેલ પાડીને તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો હતો.

પરિવાર ઈન્દોર ગયાે ’ને તસ્કરોએ અડધા કલાકમાં ચોરી કરી : ઘટના CCTVમાં કેદ

અન્ય સમાચારો પણ છે...