વાસદમાં કારમાંથી 120 નંગ વિદેશી દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસદપોલીસ ટોલનાકા પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન સમયે તેમને બાતમી મળી હતી કે, એક કાર વિદેશી દારૂ સાથેની વડોદરાથી આણંદ તરફ આવી રહી છે. જેને પગલે પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન સમયે કારના ચાલકે પૂરપાટ ઝડપે પોતાની કાર હકારી હતી. જોકે, પોલીસે પીછો કરતા ચાલક વાસદ રેલવે ફાટક પાસે પોતાની કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ હાથ ધરતાં કારમાંથી રૂા. 36 હજારની કિમતનો 120નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર તેમજ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...