ગૌરવ |શહેરના પ્રિતેશ રાવળે ચીનમાં યોજાયેલી સ્પર્ધામાં છઠ્ઠું સ્થાન મેળવીને ચેમ્પિયન ટ્રોફી જીતીને ભારતનું નામ ઉજાગર કર્યું છે..
ખંભાતના16 વર્ષીય કિશોર પ્રિતેશ રાવળે તાજેતરમાં ચીનના સેનઝેન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરી વર્લ્ડ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું હતું. યોગ ક્ષેત્રે સ્વ બળે અને સરકારી સહાય વગર સ્થાનિક ગુરુની મદદથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચનારા પ્રિતેશને વિશ્વના શ્રેષ્ઠ 10 યોગવીરોમાં સ્થાન મળતાં તેનું સ્નમાન કરી ચેમ્પિયન ટ્રોફી એનાયત કરાઈ હતી.
ખંભાતના પ્રીતેશ રાવળે રાજ્ય કક્ષાએ 14 વખત અને રાષ્ટ્રીય કક્ષાએ 6 વખત વિજય મેળવ્યો છે. વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધા 23થી 25 જુન દરમ્યાન ચીનમાં યોજાઈ હતી, જેમાં તેણે ભારતનું નામ રોશન કર્યું છે.
કોચ રણછોડભાઈ રાવળે જણાવ્યું હતું કે, જો સરકાર યોગ્ય તાલીમ આપે તો પ્રિતેશ વિશ્વનો શ્રેષ્ઠ યોગવીર બની શકે છે. તેની માતા ઘરકામ મજુરી કરે છે. તેની પાસે યોગ્ય ઘર નથી કે પ્રેક્ટીસ કરવા રૂમ નથી. સરકાર સહાય કરે તો તે વધુ પ્રગતિ કરી શકે તેમ છે.
ખંભાતના પ્રિતેશે કઠીનાઇભર્યા જીવનમાંથી બહાર આવી પોતાની તકલીફોને તાકાત બનાવી સિદ્વિ હાંસલ કરી છે.
વિજય બાદ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનીક વાતચીતમાં પ્રિતેશ રાવળે જણાવ્યું હતું કે, મારા અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે કે હું ખૂબ સંઘર્ષ બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોચ્યો છું. મારી કારકિર્દીમાં મારા ગુરુ રણછોડભાઈ રાવળનો ખુબ સાથ અને સહયોગ મળ્યો છે. એટલે મારું કૌતુક ચીનમાં બતાવી શક્યો છું. બાળપણમાં પિતાની છત્રછાયા ગુમવ્યા બાદ હું ભાંગી પડ્યો હતો. મારી માતાનો તબ્બકે ખુબ અભાર માનું છું. માતાએ ઘરકામ કરી શિક્ષણ આપ્યું અને સન્માનજનક સ્થાન અપાવ્યું છે. ટ્રોફી તેને ચરણે અર્પણ કરું છુ.
વિજેતાની વેદના|પિતાની છત્રછાયા ગુમાવી, માતાએ ઘરકામ કરી ભણાવ્યો
ખંભાતનો કિશોર આં.રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં છઠ્ઠો