તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • મહંતસ્વામી : જબલપુરમાં જન્મ અને વિશ્વકલ્યાણનું મિશન

મહંતસ્વામી : જબલપુરમાં જન્મ અને વિશ્વકલ્યાણનું મિશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળઆણંદના વતની અને વ્યવસાય માટે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થાયી થયેલા પાટીદાર મણિભાઇ નારણભાઇ પટેલ અને ડાહીના ખોળે તેમનો જન્મ જબલપુરમાં 13મી સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો. બાળકના જન્મના થોડા દિવસ પછી જબલપુર પધારેલા શાસ્ત્રીજી મહારાજે મણિભાઇને કહ્યું ‘તમારો પુત્ર મોટો થઇ સત્સંગની ખૂબ મોટી સેવા કરશે’. સ્વામીએ બાળકને નામ આપ્યું કેશવ.

1951-52ના અરસામાં નવયુવાન વિનુભાઇના હ્રદયને યોગીજી મહારાજે ઝંકૃત કરી દીધું અને તેઓ સદાને માટે યોગીજી મહારાજને સમર્પિત શિષ્ય બની રહ્યા. 1956માં આણંદ ખાતે કૃષિ યુનિ.માંથી સાયન્સ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી તેઓ યોગીજી મહારાજના ચરણોમાં સમર્પિત થયાં. 2જી ફેબ્રુઆરી 1957ના માંગલિક દિને અક્ષરદેરીમાં યોગીજી મહારાજે તેમને પાર્ષદી દીક્ષા આપી, વિનુભગત નામ ધારણ કરાવ્યું.

11મી મે 1961ના રોજ તીર્થધામ ગઢડા ખાતે યોગીજી મહારાજે એક સાથે 51 સુશિક્ષિત નવયુવાનોને ભાગવતી દીક્ષા આપી ત્યારે વિનુભગતને ‘કેશવજીવનદાસ સ્વામી’ નામ ધારણ કરાવ્યું. સમયે સૌને શાસ્ત્રીજી મહારાજે બાળવયે તેમને આપેલા ‘કેશવ’ નામનું અનુસંધાન સ્વત: જોડાઇ ગયું. ત્યારબાદ નવદિક્ષીતોને યોગીજી મહારાજે મુંબઇ ખાતે અધ્યયન માટે મૂક્યા ત્યારે સૌના મહન્ત તરીકે કેશવજીવનદાસ સ્વામીને મૂક્યા, ત્યારથી તેઓ મહંત સ્વામીના નામે સૌમાં વિશેષ આદરણીય બન્યા.

મણિભાઇ-ડાહીબાનું લાડકું સંતાન વિનુભાઇની જીવનયાત્રાના દર્શન

અન્ય સમાચારો પણ છે...