તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આજની પેઢી ડો. કુરિયનને વિસરી ગઈ છે તે દુ:ખની વાત : પ્રો. રમેશ ચંદ

આજની પેઢી ડો. કુરિયનને વિસરી ગઈ છે તે દુ:ખની વાત : પ્રો. રમેશ ચંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ભારતમાંદૂધ ક્રાંતિના પિતામહ ડો.કુરિયનના જન્મ દિવસ 26 નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.આ વર્ષે અમૂલ ફેડરેશન દ્વારા ડો. વર્ગીસ કુરિયનની 96મી જન્મજયંતિ પ્રસંગે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો.કુરિયનની જન્મભૂમિ કોઝીકોડ (કેરાલા) થી તેમની કર્મભૂમિ આણંદ (ગુજરાત) સુધી 7 દિવસની મુસાફરી કરી 1,700 કી.મી.નો પ્રવાસ ખેડ્યા બાદ આજે બાઇક રેલી અમૂલ ડેરીના આણંદ પાસે આવેલા મોગર પ્લાટ આવી પહોચી હતી.જ્યાં ત્રિભુવન ફાઉન્ડેશનના સ્ટાફ અને ડો કુરિયનના પુત્રી નિર્મલા કુરિયન દ્વારા બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અનોખી રેલીની 20 નવેમ્બરે શરૂઆત થઈ હતી. જેમાં રેલીમાં કેરાલા,કર્ણાટક,ગોવા,મહારાષ્ટ્ર અને ગુજરાતના 8 શહેરોને આવરી લેતો 1,700 કી.મી.નો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. પ્રવાસ બાઇક રેલી દરમ્યાન ભારતને દૂધની અછત ધરાવતા દેશમાંથી દૂધના સૌથી મોટા ઉત્પાદક દેશ તરીકેનું સ્થાન અપાવનાર ડો.કુરિયનના જીવન અને તેમની કામગીરીને પ્રદર્શિત કરવામાં આવી હતી. મહત્વનું છે કે સમગ્ર પ્રવાસ દરમ્યાન ટીમ જે લોકોના જીવનમાં ડો.કુરિયનને કારણે પરિવર્તન આવ્યું હતું તેવા લોકોને મળ્યા હતા.

પ્રસંગે જીસીએમએમએફના ચેરમેન દ્વારા ડો. કુરિયનના યાદગાર યોગદાનની યાદો તાજી કરવામાં આવી હતી. અને તેમણે ભારતના મિલ્કમેન સાથેના કેટલાંક પ્રસંગો વર્ણવ્યા હતા.આ સાથે પ્રસંગે જેઠાભાઈ પટેલ,ચેરમેન,જીસીએમએમએફ,આર એસ સોઢી,મેનેજીંગ ડિરેક્ટર જીસીએમએમએફ,ડો.કે.રત્નમ,મેનેજીંગ ડિરેક્ટર,ખેડા યુનિયન અને ડો.વર્ગીસ કુરિયનના દિકરી નિર્મલા કુરિયને હાજર રહીને બાઈકર્સનું બહુમાન કર્યું હતું.

જન્મભૂમિ થી કર્મભૂમિ સુધીની બાઇકેથોનનું સમાપન

ઈરમા ખાતે ડો.વર્ગીસ કુરિયનના જન્મ દિને વિશેષ પ્રવચન

અન્ય સમાચારો પણ છે...