તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • દિક્ષા લેનારા ત્રણ જણાં એક માત્ર સંતાન, દસ જણાં એકના એક પુત્ર

દિક્ષા લેનારા ત્રણ જણાં એક માત્ર સંતાન, દસ જણાં એકના એક પુત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અક્ષરફાર્મમાંરવિવારે સાંજે 37 પાર્ષદોને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીના આર્શીવાદ લઇને ભાગવતી દિક્ષા અપાઈ હતી. દિક્ષા લેનાર ત્રણ યુવકો તેમના માતા-પિતાનું એક માત્ર સંતાન (સિંગલ ચાઇલ્ડ) છે. જ્યારે દસ જણાં તેમના પરિવારમાં એકના એક પુત્ર છે.

પાયલોટ, એન્જિનીયર અને એમબીએ થયેલા યુવકોએ પણ ભાગવતી દિક્ષા લઇને ધર્મનો માર્ગ પકડ્યો છે. 37 પાર્ષદોમાંથી ચાર એનઆરઆઇ યુવકો છે. જેમાં અમેરિકાના બે, કેનેડાનો એક અને એક આફ્રિકાના યુવાનનો સમાવેશ થાય છે. જેમાં કેનેડાના ઋત્વિજભગત (જેવીનભાઈ) પાયલોટ બનેલા છે. આમ ઉપરાંત ડિપ્લોમાં એન્જિનીયર સહિત વિવિધ ડિગ્રીઓ મેળવેલા યુવકો છે.

સાળંગપુર દિક્ષાર્થીઓની તાલીમ શાળા

સ્થાનિકમંદિરના સંત સંપર્કમાં હોય તેવા સત્સંગી યુવક વ્યવસ્થિત હોય તો તેને પ્રથમ તબક્કામાં સાધક તરીકે સફેદ વસ્ત્ર પહેરાવામાં આવે છે. તે અવસ્થામાં તે બધા સાથે વાતચીત કરી શકે છે. ત્યારબાદ બીજા તબક્કામાં પાર્ષદ બનાવવામાં આવે છે. જ્યારે બીજા તબક્કામાં ભાગવતી દિક્ષા આપવામાં આવે છે. ત્યારબાદ સાળંગપુર તાલીમ શાળામાં અભ્યાસ કરીને વિવિધ પરીક્ષાઓ આપીને બધા કોઠામાંથી પાર પડીને સંત બની શકે છે.

ભાગવતી 37 દિક્ષાર્થી

NRI04

અમેરિકા02

કેનેડા01

આફ્રિકા01

એકપુત્ર 10

સિંગલચાઇલ્ડ 03

MBA02

માસ્ટરડિગ્રી 05

એન્જિનીયર08

ફાર્માસીસ્ટ01

ગ્રેજ્યુએટ12

NRI, પાયલોટ, એન્જિનિયર, એમબીએ થયેલા યુવકોએ દિક્ષા લીધી

મહોત્સવ | અક્ષરફાર્મમાં ભાગવતી દિક્ષા સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...