• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ પંથકમાં પૂર અને વરસાદના પગલે એસ.ટીને રૂ.6.50 લાખની ખોટ

આણંદ પંથકમાં પૂર અને વરસાદના પગલે એસ.ટીને રૂ.6.50 લાખની ખોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદપંથકમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો હતો.તો બીજી બાજુ ઉપરવાસમાં થયેલ વરસાદના પગલે સાબરમતી નદીમાં પૂર આવતાં બે દિવસથી એસ.ટી રૂટ રદ કર્યા હતા.જયારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના રૂટોને અસર થઇ હતી.જેના પગલે આણંદ,ખંભાત અને તારાપુર ડેપોને બે દિવસ દરમ્યાન 6-50 લાખની ખોટ ગઇ છે.જયારે બોરસદ,પેટલાદ અને ઉમરેઠ ડેપોના રૂટોને પણ અસર થઇ હતી.પરંતુ તેમાં એસ.ટી તંત્રને મોટો ફટકો પડયો હોવાનું આધારભૂતવર્તુળો દ્વારા જણવા મળેલ છે.

આણંદ પંથકમાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો.જેના પગલે આણંદ,ખંભાત અને તારાપુર એસ.ટી ડેપો દ્વારા રૂટોને કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે ખંભાત અને તારાપુર એસ.ટી ડેપોને બે દિવસ દરમ્યાન રૂ. 4-50લાખની ખોટ પડી હતી. જયારે આણંદ ડેપોને રૂ. 2 લાખની ખોટ પડી હતી.

પૂર આવતા ગ્રામ્ય વિસ્તારના રૂટો રદ તથા ખંભાત ડેપોને રૂ.4.50લાખની ખોટ

આણંદ ડેપોમાં 40 ડ્રાઇવર-કંડકટરોની ઘટ

અાણંદ| સલામતસવારી એસટી અમારીના અભિગમ હેઠળ એસટી બસોનું સંચાલન કરતાં આણંદ એસટી ડેપોમાં લાખો રૂપિયા આવક રડી આપતાં તંત્રમાં કુલ 40 જેટલા ડ્રાઇવર-કંડકટરોની ઘટ ચોપડે બોલે છે. ત્યારે તંત્ર દ્વારા નવી ઘણા સમયથી ભરતી કરવામાં નહીં આવતી હોવાથી હાલમાં ફરજ બજાવતાં ડ્રાઇવર-કંડકટરો પાસે કામ લેવાની ફરજ પડે છે. જેના લીધે તંત્રના બાબુઓને દુ:ખાવા સમાન પણ સાબિત થતું હોય છે. આખરે નિયત કરેલા કેટલીક વખત સમયસર રૂટો નહીં દોડતા મુસાફરોને હાલાકીઓનો ભોગ બનવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...