• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને માર્કશીટ મળશે

પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને માર્કશીટ મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલેજોના એનરોલમેન્ટ બંધ કરવાનો નિર્ણય

એસ.પીયુનિ.ની સિન્ડીકેટ બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે કુણુ વલણ દાખવીને માર્કશીટ અાપવામાં આવશે. ઉપરાંત યુનિ. સાથે સંલગ્ન કોલેજનું એનરોલમેન્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો. જ્યારે સિન્ડીકેટમાં પ્રોફેસરની પસંદગીને લીધે વિવાદ ઉભો થયો હતો.

સિન્ડીકેટની બેઠકમાં પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓ પહેલા બે વર્ષની સજા થતી હતી. અગાઉ માર્કશીટ મળવાની તકલીફ થતી હતી. જેના કારણે તેના આગળના બીજા અભ્યાસમાં મુશ્કેલીઓ પડતી હતી. ગત વર્ષે આવા 135 વિદ્યાર્થીઓ હતા. જે પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા. તેમને બે વર્ષની સજા થતી હતી. હવે તેમને માર્કશીટ પણ મળશે. એસ.પી.યુનિ. સાથેની સંલગ્ન કોલેજોએ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એફીલેશન ફી ભરી નથી. આથી સિન્ડીકેટે 10 ટકા વ્યાજે સાથે નાણાંની વસૂલાત કરવાનો નિર્ણય લીધો છે. જો ના ભરે તો એનરોલમેન્ટ બંધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...