• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • લસુન્દ્રા પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લેવાઈ

લસુન્દ્રા પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લેવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુટલેગર વિનોદ સિંધીએ રાજસ્થાનથી આણંદ માટે દારૂ મોકલ્યો હતો

બાલાસિનોરકઠલાલ હાઇવે પર આરઆર સેલે બાતમી આધારે દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. જેને લસુન્દ્રા ખાતે રોકી લેવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન તેમાંથી બે લાખ ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. અંગે પોલીસે એકની ધરપકડ કરી છે. ખેપમાં કૂખ્યાત બુટલેગર વિનોદ સિંધીનું નામ બહાર આવતાં પોલીસે પકડાયેલા શખસ સહિત સાત વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.

અમદાવાદ આરઆર સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. દેસાઇ સહિતની ટીમે બાતમી આધારે રવિવારની સવારે બાલાસિનોર કઠલાલ હાઈવે પર ચેકીંગ શરૂ કર્યું હતું. દરમિયાન ત્યાંથી પસાર થયેલી કારને રોકવા કોશીષ કરી હતી. પરંતુ તે રોકાતા આરઆર સેલની ટીમે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને લસુન્દ્રા પાસે રોકવામાં સફળતા મળી હતી. જ્યારે કારમાં સવારની પૂછપરછ કરતાં તે પ્રકાશ ખરાડી હોવાનું જણાવ્યું હતું.

સામરખા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ

આણંદ| આણંદપાસેના સામરખા ગામ પાસેની કેનાલમાંથી આણંદ ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી પાડી હતી. જોકે, બે શખ્સ ફરાર થઈ ગયા હતા. પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને રૂા. 1.48 લાખનો મુદામાલ કબજે કર્યો છે. સામરખા કેનાલ પાસેથી એક કાર વિદેશી દારૂ સાથે પસાર થવાની હોવાની બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે વોચ ગોઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...