વધુ વરસાદમાં કીટભક્ષી પક્ષીઓ સાચા હમદર્દ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણીપરંપરાગત ખેતીમાં પક્ષીઓ અગત્યનો ભાગ ભજવતાં હતાં.જીવાત ખાઇને જીવન ગુજારાનારા પક્ષી ખેતરની આસપાસના વૃક્ષો અને બખોલોમાં વસતા અને ખેડૂતને મદદ કરતા હતા.આવા કીડભક્ષી પક્ષીઓ કૃષિ પર્યાવરણનું મહત્વનું અંગ છે.

આણંદ કૃષિ યુનિ-વર્સિટીના પક્ષીવિદ્ ડો.બી.એમ પરાશર્ય કહે છે કે માત્ર જીવ જતું અને કીટકો ખાઇને રહેતા પક્ષીઓ ખેતીમાં ખૂબ ઉપયોગી છે.પાકને નુકશાન કરનાર પક્ષીઓ કરતાં આખા વર્ષ દરમ્યાન માત્ર કીટકો ઉપર આધાર રાખનારા પક્ષીઓની સંખ્યા ઘણી વધારે છે.ખેતરોમાં જોવા મળતાં આવા ઉપયોગી કીટભક્ષી પક્ષીઓમાં ઘણા જાણીતા છે.જેવા કે ઢોર બગલાં, કાળો કોશી, કાબર, બ્રાહ્ભણી કાબર, વૈયા, દિવાળી ઘોડો, પીળકિયો,દૈયડ, ચાષ, કાગડો, ગિરનારી કાગડો તથા તારોડિયા જેવા પક્ષીઓ ખેડૂતો માટે મહત્વના છે.જયારે શિકારી પક્ષીઓમાં ચિબરી,રેવીદેવી, મોટો ઘુવડ,કપાસી સમડી તથા કેટલીક જાતના બાજ પક્ષીઓ ઉંદરના નિયંત્રણ માટે ખૂબ ઉપયોગી છે.

બીજા પ્રાણીઓની સરખામણીમાં પક્ષીઓ કીટકોના દુશ્મન તરીકે ઉપર મંડરાતાં રહે છે.તેઓ ખૂબ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહંહોંચી શકે છે અને ખૂબ મોટી સંખ્યામાં એકઠા થઇ શકે છે, જે એક ઉત્તમ જૈવિક નિયંત્રણની ઓળખ છે.જીવાતના કુદતરી નિયંત્રણમાં પક્ષીઓનું મહત્વ યુરોપમાં સ્વીઝરલેન્ડના રાજાને ઈ.સ 1335માં સમજાયું હતું.તેમણે આવા પક્ષીઓના સંરક્ષણ માટે એક કાયદો ઘડયો હતો.કીટકોના જૈવિક નિયંત્રણમાં પક્ષીઓને એક દેશમાંથી બીજા દેશમાં લઇ જવામાં આવતાં હતાં, આવો સૌ પ્રથમ પ્રયત્ન ઈ.સ1762માં થયો હતો, ત્યારે ભારતીય કાબરને લાલ તીડના નિયંત્રણ માટે મોરીશીયસ લઇ જવામાં આવી હતી.આજે ભારતીય કાબર આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડમાં પ્રસરી તીડ તથા જીવાતના નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે.

ખેડૂતોએ આવા ઉપયોગી પક્ષીઓની જાળવણી કરવી જરૂરી છે.રાસાયણિક પધ્દ્વતિથી જીવાત નિયંત્રણ કરવાથી પર્યાવરણ તથા માનવીના આરોગ્યને નુકશાન થાય છે, ત્યારે કૃષિ પર્યાવરણમાં કીટભક્ષી પક્ષીઓનું જતન કરવું જોઇએ.આ પક્ષીઓ ખૂબ ઓછી કિંમતે જીવાતોનું નિયંત્રણ કરે છે. માટે આખા વર્ષ દરમ્યાન પક્ષીઓની આપણા ઉપયોગમાં આવે તે માટે તેમની પાણી,રહેઠાણ જેવી મુળભૂત જરૂરિયાતોને સંતોષી શકાય એવું આયોજન કરવું જોઇએ.

કીટભક્ષી પક્ષીઓની વિશેષતા અને તે ક્યાં જોવા મળે છે

કીટભક્ષી પક્ષીઓને રીતે આકર્ષો

આવાપક્ષીઓને ખેતરમાં જીવાત નિયંત્રણ માટે ચોકકસ જગ્યાએ આકર્ષવા શું કરવું? તેના જવાબમાં ડો.પરાશર્ય કહે છે ખેતરમાં કયાંક-કયાંક ગાંઠિયા,મમરા જેવો ખોરાક મૂકવો,પક્ષીઓની કૃત્રિમ પ્રતિકૃતિઓ ગોઠવવી.તમે ખેતર વચ્ચે પક્ષીઓને બેસવા લાકડા રોપો,દોરી બાંધી કે આકારની પર્ત બનાવો તો પક્ષીઓ આવશે,બીજા ઉપાય તરીકે ટ્રેકટરનું એંજીન ચાલુ કરી રાખે તો પણ પક્ષી આકર્ષાય છે.આ ઉપરાંત કેટલાંક ખેતીકામ જેવાં કે પાણી આપવું,ખેડ કરવી, પાક લણવો વગેરે દરમ્યાન કીટકભક્ષી પક્ષીઓ આકર્ષાય છે.

મોટાભાગના કીટ-ભક્ષી પક્ષીઓ બખોલમાં માળો કરે છે.જો કુદરતી બખોલ ના મળે તો ખેતરમાં ઝાડ ઉપર અથવા થાંભલા કે મકાન ઉપર કૃત્રિમ માળાઓ મૂકવાથી આવા પક્ષીઓનો લાભ લાંબા સમય સુધી મળે છે, આવા પક્ષીઓ માટે ખોરાક બીજી મહત્વની જરૂરીયાત છે. ખેતરના શેઢે અથવા સીમમાં ઉગતાં ગોરસ આમલી,પીલું, શેતૂર,વડ, ઉંબર કે પીપળા જેવા વૃક્ષોના ફળ ઘણાં પક્ષીઓ ને લાંબા સમય સુધી આકર્ષે છે.શીમળો,પાનરવો અને કેસુડાના ફૂલ પણ પક્ષીઓને આકર્ષે છે.ફળ-ફૂલથી આકર્ષાયેલા પક્ષીઓ આસપાસના પાકમાંથી જીવાતોને પણ ઓછી કરે છે.

પાકને જીવાતથી બચાવવા માટે ખેતરમાં કીટભક્ષી પક્ષીઓના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા કરો

ભારે અને અનરાધાર વરસાદમાં પાકમાં જીવાત વધી જવાની ઘણી સંભાવના

અન્ય સમાચારો પણ છે...