• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • દૂધ મંડળીના ગ્રાહકોને આજે પણ સમયસર નાણાં મળતા નથી

દૂધ મંડળીના ગ્રાહકોને આજે પણ સમયસર નાણાં મળતા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદઅમૂલ ડેરી સહિત રાજ્યની 18 દૂધની ડેરી સાથે સંકળાયેલી દૂધ મંડળીઓમાં દૂધ ભરતા ગ્રાહકોને રોજેરાજ નાણા મળતા નથી. દસ દિવસ બાદ નાણા મળતા હોવાથી પશુપાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેને ધ્યાને લઇ ભારતીય કિસાન સંઘ દ્વારા પશુપાલકોને રોજેરોજ નાણા ચૂકવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

જીસીએફએમએમમાં આવેલ 18 જેટલી ડેરીઓ ગ્રામ્ય ડેરીને હજી પણ દૂધનું વળતર દસ દિવસ બાદ ચૂકવી હોવાની ફરિયાદ ઉઠી છે. જેના કારણે કેટલીક ડેરીઓ સ્વભંડોળમાંથી રોજબરોજનું દૂધનું વળતર ચૂકવે છે. પરંતુ સ્વભંડાેળ પુરતુ હોવાથી તેઓ પણ આંતરે દહાડે વળતર ચૂકવે છે. જેના કારણે પશુપાલકોને દરરોજ ભરવામાં આવતાં દૂધના નાણા મળતા નથી. જેથી કેટલીક મંડળીમાં તો પશુપાલકો અને સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. જીસીએફએમએમ દ્વારા બેંક મારફતે દૂધ મંડળીને નાણા પહોંચાડાય છે. પરંતુ બેંકો રોજે રોજ દૂધ મંડળીમાં નાણા આપવાની જગ્યાએ દસ દિવસ પછી નાણા આપે છે. આમ બેંકો પશુપાલકોેેના દૂધના નાણા વ્યાજ ખાવાના ચક્કરમાં મોડુ ચૂકવણી કરતી હોવાનો આક્ષેપ કેટલાક પશુપાલક દ્વારા કરાય છે. પશુપાલકોમાં રોજે રોજ દૂધના નાણા મળતા નહીં હોવાથી પશુઓને ખવડાવવાનો આહાર લાવવાના નાણા હોવાથી ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કિસાન સંઘ દ્વારા ડેરીઓના સંચાલકોને રજૂઆત કરાઈ છે. જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ હાર્દિક જે. પટેલ પશુપાલકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આક્રોશ | કિસાન યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી

અન્ય સમાચારો પણ છે...