તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં ચૂંટણી કાર્ડ કઢાવી આપતાં અનઅધિકૃત વ્યક્તિ ફૂટી નીકળ્યાં !

આણંદમાં ચૂંટણી કાર્ડ કઢાવી આપતાં અનઅધિકૃત વ્યક્તિ ફૂટી નીકળ્યાં !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લામાં મતદાર યાદીઓ ક્ષતિ રહિત બને તેમજ ગેરકાયદે ઇસમો દ્વારા ખોટી રીતે ઓળખકાર્ડ કાઢી આપવામાં ના આવે તે માટે તકેદારી રાખવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઇ પણ વ્યકિત ગેરકાયદે મતદાર ઓળખકાર્ડ કાઢી આપશે, તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે મતદારોએ ઓળખકાર્ડ અધિકૃત કેન્દ્રો પરથી મેળવવા તેવી સૂચના પણ જિલ્લા કલેક્ટરે આપી છે.

જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી અેન.પી.મુનિયાએ જણાવ્યું હતું કે, ‘મતદારોને ફોટા સાથેના રંગીન પીવીસી ઓળખપાત્ર આપવા અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા ગાઇડલાઇન આપવામાં આવી છે. જેમાં નિયત ફિ રૂ.30 નકકી કરાઇ છે. પરંતુ કેટલીક જગ્યાએ અનઅધિકૃત વ્યકિતઓ દ્વારા પીવીસી કાર્ડ કાઢી આપતાં હોવાનું ચૂંટણી પંચ દ્વારા સૂચના આપી છે. જેના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી પંચના ડેટાનો ખોટી રીતે ઉપયોગ કરીને પીવીસી ઓળખકાર્ડ કાઢી આપતાં માલૂમ પડશે તો, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવી કોઇ કાર્યવાહી કરવામાં આવતી હોવાની માહિતી મળે તો તાકિદે મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીએ જાણ કરવા જણાવાયું છે. ઉપરાંત તમામ તાલુકાઓની મામલતદાર કચેરી ખાતે અને કલેક્ટર કચેરી ખાતેથી ઓળખકાર્ડ કાઢી આપવામાં આવે છે.’

સુધારણા કાર્યક્રમ અંતર્ગત 21 871 ફોર્મ મળ્યા

મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 8 તાલુકામાં અને 7 વિધાનસભા મતવિસ્તારમાં 1723 મતદાન મથકો ઉપર બૂથ લેવલે ઓફિસરો હાથર રહી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં નવા નામ દાખલ કરવાના ફોર્મ નં.6માં 1174 નામ કમી કરવાના ફોર્મ નં.7 2789, નામ સુધારવાના સુધારો કરવાનો ફોર્મ નં.8માં 7263 અને નામ ટ્રાન્સફર કરવાના ફોર્મ નં.8 પર 745 ફોર્મ મળ્યાં છે. અગામી 9મી ઓકટોબરને રવિવારના રોજ ત્રીજા તબક્કાના આણંદ જિલ્લા તમામ મતદાન મથકો પર સવારના 10 થી સાંજના 6 દરમ્યાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે. આણંદ જિલ્લાના તમામ મતદારોએ મતદાન મથકની મુલાકાત લઇ મતદાર યાદીમાં નામની ચકાસણી કરાવી લેવી. અને મતદાર યાદીમાં નામ હોય કે સુધારા કરવાના હોય તો તે અંગેના ફોર્મ ભરી દેવા જણાવવામાં આવ્યું છે. મતયાદી સુધારણા કાર્યક્રમ તા.14-10-2016 સુધી હાથ ધરાનાર હોવાનું ચૂંટણી અધિકારી ડો.ધવલ પટેલે જણાવયું હતું.

ગેરકાયદેસર કાર્ડ કાઢતા માલૂમ પડશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે

ગેરકાયદે મતદાર ઓળખકાર્ડ કાઢી આપતાં હોવાના કિસ્સા ધ્યાને આવ્યા

અન્ય સમાચારો પણ છે...