તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના અમીન ઓટો પાસે મારૂતિવાન ભડભડ સળગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનાઅમીન ઓટો સ્થિત ફાટક પાસે મંગળવારે સવારે મારૂતિવાનમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઈ હતી. બનાવ અંગેની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

બાકરોલના રહેવાસી માનવેન્દ્ર ભૂપેન્દ્રસિંહ શર્મા સ્કૂલ વર્ધી ચલાવવાનું કામ કરે છે. મંગળ‌વારે સવારે સાડા આઠ કલાકે તેમની મારૂતિવાનમાંથી પેટ્રોલલિકેજ થતું હોય તેઓ આણંદના અમીન ઓટો પાસે આવેલા એક ગેરેજમાં કાર બતાવવા માટે જતા હતા. દરમિયાન સમયે અચાનક કારમાંથી ધુમાડો નીકળતાં તેઓ કારમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, બીજી તરફ કારમાં સ્પાર્ક થઈ કાર ભડભડ સળગવા લાગી હતી. બનાવે પગલે લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવી હતી. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આણંદ શહેર પોલીસે મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થતાં હાશકારો

ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી

અન્ય સમાચારો પણ છે...