તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કાનાવાડા ગામના તળાવમાં યુવતીનું ડૂબી જતાં મોત

કાનાવાડા ગામના તળાવમાં યુવતીનું ડૂબી જતાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારાપુરનાકાનાવાડા ગામના તળાવમાં મંગળવારે સવારે કપડાં ધોવા માટે ગયા હતા સમયે પગ લપસતાં કાનાવાડા ગામની 28 વર્ષીય યુવતી તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું.

મીનાબેન અરવિંદભાઈ વણકર મંગ‌ળવારે સવારે આઠ કલાકે ગામના તળાવમાં કપડાં ધોવા માટે ગયા હતા. દરમિયાન સમયે તેમનો પગ લપસતાં તેઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ તારાપુર પોલીસને કરવામાં આવતા પોલીસ તરુંત ઘટનાસ્થળ‌ે દોડી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...