તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • છેલ્લાંત્રણ દિવસથી વિદ્યાનગર સહિત આણંદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલા

છેલ્લાંત્રણ દિવસથી વિદ્યાનગર સહિત આણંદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાંત્રણ દિવસથી વિદ્યાનગર સહિત આણંદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલા એવા વિદ્યાર્થિનીઓના છેડતી પ્રકરણ મામલે મોડે મોડે આખરે વિદ્યાનગર પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. પાર્ટ ટાઈમ લેક્ચરર ધવલભાઈ પંચાસરા વિરૂદ્ધ છેડતીની ફરિયાદ એચ.એમ. પટેલ સ્કુલ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનીંગની વિદ્યાર્થિનીઓએ કર્યા બાદ અાખરે વિદ્યાનગર પોલીસે તેને અને આચાર્ય કવિતા પટેલને કાયદેસરની નોટિસ પાઠવી આગામી 29 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે વિદ્યાનગર પોલીસ સ્ટેશને નિવેદન લખાવવા માટે હાજર રહેવાનું ફરમાન કર્યું છે.

મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પ્રકરણની તપાસ કરી રહેલા એ.સી. પરમારે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે સાત વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા કિસ્સામાં કોઈ પણ વ્યક્તિની સીધી ધરપકડ થઈ શકે નહીં. તેને કારણે હાલમાં પ્રકરણમાં સંડોવાયેલા બંને વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે. આગામી 29 મી સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે તેમણે ફરજીયાતપણે પોલીસ સ્ટેશને હાજર રહેવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાનગર પોલીસ દ્વારા છેડતી પ્રકરણ મામલે ઢીલું વલણ અપનાવવામાં આવતું હોવાને કારણે પોલીસની કામગીરી મામલે પ્રજાજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પણ મામલે ભીનું સંકેલાય તે હેતુસર વાઈસ ચાન્સેલર ડો. શીરીષ કુલકર્ણીને રજૂઆત અને ન્યાય અપાવવા માટે માંગણી કરાઈ હતી.

વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા લેક્ચરરને 29મીએ પૂછપરછ થશે

વિદ્યાનગર પોલીસે કાયદેસરની નોટિસ પાઠવી

વિદ્યાનગર પોલીસ કામગીરીમાં ઢીલ બાદ હરકત

અન્ય સમાચારો પણ છે...