તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પેટલાદમાં ત્રણ યુવકો મહિલાની ચેઈન લૂંટી ફરાર

પેટલાદમાં ત્રણ યુવકો મહિલાની ચેઈન લૂંટી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદનાપોલીસ લાઈન સામે રહેતી મહિલાના ગળામાંથી ચોનાની ચેઇન ત્રણ શખસો તોડીને ભાગી ગયાં હતાં.

પેટલાદના પોલીસ લાઈનની સામે આવેલા ખોડિયારનગરમાં શંકુતલાબેન અશોકભાઈ શાહ રહે છે. મંગળવારે સાંજે તેઓ ચાલતા શિવ પાંખડી સોસાયટી સ્થિત રોડ પરથી આવી રહ્યા હતા. દરમિયાન, એક યુવક તેની પાસે ચાલતા-ચાલતાં આવ્યો હતો. મહિલા કંઈ સમજે વિચારે તે પહેલાં તેના ગળામાંથી 50 હજારની કિંમતની સોનાની ચેન તોડી હતી. અને તેની પાસે આવી રહેલા બે બાઈક સવાર યુવકની પાછળ બેસી પલાયન થઈ ગયા હતા. અંગે પેટલાદ શહેર પોલીસ સ્ટેશને ત્રણ અજાણ્યા યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાએ આપેલા વર્ણનના આધારે સ્કેચ દોરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...