તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • યુથ ફેસ્ટિવલ ક્ષિતિજ 16માં બીવીએમ કોલેજ ચેમ્પિયન

યુથ ફેસ્ટિવલ ક્ષિતિજ 16માં બીવીએમ કોલેજ ચેમ્પિયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભવિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બીવીએમ એન્જિનિયરીંગ કોલેજના યજમાનપદે યુથ ફેસ્ટિવલ ક્ષિતિજ 16 યોજવામાં આવ્યો હતો. જેમાં બીવીએમ કોલેજ 75 પોઇન્ટસ સાથે ચેમ્પિયન અને જીસેટ કોલેજ 61 પોઇન્ટસ સાથે રનર્સ અપ રહી હતી.

યુથ ફેસ્ટિવલમાં થિયેટર, મ્યુઝિક, ડાન્સ, ફાઇન આર્ટસ અને લિટરેચર એમ પાંચ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. થિયેટર અને મ્યુઝિકમાં બીવીએમ અને ડાન્સ, ફાઇન આર્ટસ, લિટરેચરમાં જીસેટ કોલેજ વિજેતા રહી હતી. જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

પ્રસંગે સીવીએમના સેક્રેટરી વી.એમ.પટેલે જણાવ્યું હતું કે દેશનું ભાવિ મુખ્યત્વે યુવાધનનો સર્વાગી વિકાસ અને મહિલા સશક્તિકરણ પર આધાર રાખે છે. સમારોહમાં કલ્ચરલ કો.ઓર્ડિનેટર સી.એસ.સંઘવી, ગુજરાતી ડાયરેક્ટર અભિષેક જૈન, જીટીયુ ઝોન 3ના ઓબ્ઝર્વર પ્રો.યોગેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. બીવીએમ કોલેજના આચાર્ય ડો.આઇ.એન.પટેલે જણાવ્યું હતું કે ચારૂતર વિદ્યામંડળ યુથ ફેસ્ટિવલને રાષ્ટ્રીયકક્ષાએ લઇ જવા માટે તૈયાર છે. ક્ષિતિજ 16ના આયોજન બદલ પ્રો.બી.એસ.પટેલ, પ્રો.એ.એન.ભાવસાર, પ્રો.આકાર અને ટીમને બિરદાવી હતી. વિજેતાઓને ઇનામ પ્રો.અમિત ભાવસાર દ્વારા આપવામાં આવ્યા હતા.

યુથ ફેસ્ટિવલમાં પાંચ કેટેગરીમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

જીસેટ કોલેજ 61 પોઇન્ટ સાથે રનર્સઅપ રહી હતી

અન્ય સમાચારો પણ છે...