તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ તાલુકા પંચાયતમાં કચરાપેટીઓ ધૂળ ખાતી હાલતમાં ફેરવાઇ

આણંદ તાલુકા પંચાયતમાં કચરાપેટીઓ ધૂળ ખાતી હાલતમાં ફેરવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ તાલુકા પંચાયતમાં કચરાપેટીઓ ધૂળ ખાતી હાલતમાં ફેરવાઇ

આણંદ તાલુકા પંચાયત દ્વારા રાજ્ય સરકારે ફાળવેલ વિવિધ યોજનાઓની પુસ્તિકા અને કચરા પેટીઓનો સદઉપયોગમાં લેવાને બદલે પ્રવેશ દ્વાર પાસે મુકી રાખવામાં આવેલ છે. જેના લીધે ઘણાં સમયથી ધૂળ ખાતી હાલતમાં ફેરવાઇ જવા પામેલ છે. ત્યારે અહીંથી પસાર થતાં સરકારી બાબુઓને દેખાઇ નહીં દેતુ હોવાનો અરજદારો સહિત કર્મીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા આણંદ તાલુકા પંચાયત કચેરીને ગામડાઓમાં વિતરણ અર્થે નવીન કચરા પેટીઓ ફાળવવામાં આવી હતી. જેનું તાલુકા પંચાયત કચેરી દ્વારા અરજદારોની સુવિધા અને જરૂરી માહિતી મળી રહેવાનાં હેતુથી પ્રવેશ દ્વાર પાસે નિદર્શન અર્થે મુકવામાં આવતી હોય છે. જેનો કચેરીના સત્તાધિશો દ્વારા યોગ્ય જાળવણીના અર્થે હાલમાં ધૂળ ખાતી હાલતમાં ફેરવાઇ જવા પામેલ છે. ત્યારે કચેરીના સરકારી બાબુઓ દ્વારા વિતરણ કરવાને બદલે ધૂળ ખાતી હાલતમાં છોડી દેવામાં આવતાં અરજ દારો પણ આશ્ચર્યમાં મકાઇ જવા પામતાં હોય છે. બીજી તરફ કચેરીમાં નગરજનો વિવિધ યોજનાઓની માહિતી દર્શાવતી પસ્તિકાઓ પણ ધૂળ ખાતી હાલતમાં ફેરવાઇ જવા પામેલ છે. તંત્રના સત્તાધિશો દ્વારા સત્વરે ઘટતું કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જાગૃત અરજદારોમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...