તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ પાલિકા દ્વારા 23 શિક્ષકને કાયમી કરાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનગરપાલિકા તથા નગર પ્રાથમિક શિક્ષણસમિતિ દ્વારા પાલિકા સંચાલિત પ્રાથિમક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતાં 23 શિક્ષકોને પુરા પગારમાં સમાવેશ કરી કાયમીના હુકમ વિતરણ કાર્યક્રમ પાલિકા પ્રમુખ મીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ કાન્તીભાઈ ચાવડા, ચીફ ઓફિસર એચ. કે. ગરવાલ, નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન દિવ્યાંક પટેલ, શાસના અધિકારી એલ. એચ. કારીયા, ગીરીશ વર્મા વગેરે હાજર રહ્યાં હતાં. રાષ્ટ્રીય પારિતોષિક મેળવનાર ડો.અશોક પી. સોલંકી તથા એગ્નેલભાઈ પરમાર, શ્વેતાંગ પટેલનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...