તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વેપારી યુવકની હત્યા કરનાર ચારેય 5 દિવસના રિમાન્ડ પર

વેપારી યુવકની હત્યા કરનાર ચારેય 5 દિવસના રિમાન્ડ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસોદરગામે શનિવારના રોજ બપોરના બે વાગ્યા બાદ માર્બલના વેપારીના પુત્ર જયમીનને અજાણ્યા ઇસમોએ અપહરણ કરીને રૂ.2 કરોડની ખંડણી માગી હતી. ત્યારબાદ જયમીનની શનિવારન રોજ વાસદા ગામે અર્ધ બળેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની પોલીસે ગંભીરતાથી આરોપીઓને મોબાઇલના લોકેશનના આધારે હરિપુરા ખાતે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ આસોદરમાં સાડીનો વેપાર કરતાં દંપતીનો હાથ હોવાનું બહાર આવતાં પોલીસે ચારેયની અટકાયત કરી હતી. તેઓના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આંકલાવના આસોદર ગામે વાસદ રોડ પર પેટ્રોલપંપ સામે એકલવ્યભાઈ પટેલનું કોમ્પ્લેકસ આવેલ છે. કોમ્પ્લેકસમાં ભાડે દુકાનદાર નડિયાદનો વેપારી ધંધો કરતો હતો. પરંતુ ધંધામાં 15 લાખનું દેવુ થઇ ગયું હતું. જેથી દુકાનદાર દંપતીએ દેવુ ચૂકવવા માટે નાણાં મેળવવા એકલવ્ય પટેલના પુત્ર જયમીનનું પોતાના સાળા અને તેમના મિત્રની મદદથી શનિવારે અપહરણ કર્યા બાદ રૂ.2 કરોડની તેના પિતા પાસે ખંડણી માંગી હતી. અપહરણનો બનાવ ગામમાં પ્રસરી જતાં આરોપીઓ ફફડી ગયા હતા. જયમીન ઓળખતો હોવાથી તેની કરપીણ હત્યા કરી હતી. અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા અપહરણ વીથ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી અજયસિંહ ઉર્ફે સાગર ગોપાલસિંહ વાઘેલા અને હર્ષદ ઉર્ફે ભાણુભા ઉર્ફે હર્ષરાજ અશોક ગઢાદરા હાજીપુરા ખાતે ઝડપી પાડ્યા હતા. જેઓની સઘન પૂછપરછ કરતાં ગુનાને અંજામ આપવા માટે હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા તથા તેમની પત્ની હિરલબેનએ કાવતરુ રચ્યુ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. આમ ચારેય ઝડપાઇ જતાં પોલીસે તેમની સઘન પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

જયમીન અપહરણકર્તાને ઓળખતો હોવાથી હત્યા કરી

અન્ય સમાચારો પણ છે...