તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બેચરી ગામની પરિણીતાનો મૃતદેહ હમીદપુરા નહેરમાંથી મળી આવ્યો

બેચરી ગામની પરિણીતાનો મૃતદેહ હમીદપુરા નહેરમાંથી મળી આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠના બેચરીથી 20 વર્ષની પરિણીતા શનિવારે ગુમ થઇ હતી. તેનો મૃતદેહ 24 કલાક બાદ હમીદપુરા કેનાલમાંથી મળી આવ્યો હતો. જેથી પરિણીતાના પરિવારજનોએ તેની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.જયારે પોલીસ કહે છે. કે તેનું ડુબીજવાથી કુદરીતે મોત નિપજયું હતું .

ઉમરેઠ તાલુકાના બેચરી ગામે રહેતા નિલેશભાઇ વાઘેલાની પત્ની ભાવનાબેન (ઉ.વ20)શનિવાર સવારે કુદરતી હાજતે જવા માટે નીકળ્યા હતા.તેઓ બે કલાક થવા છતાં ઘરે આવ્યા ન હતા.તેઓની તપાસ કરવા છતાં કોઇ જ પતો લાગ્યો ન હતો.જયારે રવિવાર સવારે હમીદપુરા પાસે કેનાલમાંથી ભાવનાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.કે કોઇ ભાવનાને નહેરમાં ધકકો મારીને પાડી દઇને મોત ઘાટ ઉતારી છે.

જયારે આ બનાવમાં પોલીસ પ્રાથમિક તપાસમાં ભાવનાબેન નહેરપાસે ગયા હશે ત્યારે પગલપસી જતાં તેઓનું કુદરતી મોત નિપજયું હોવાનું જણાવી રહી છે.જેને લઇને હાલ વિવાદ ચાલી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...