તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ શહેરના જિટોડીયા માર્ગ ઉપર દબાણકર્તાઓએ દબાણો હટાવી લીધાં

આણંદ શહેરના જિટોડીયા માર્ગ ઉપર દબાણકર્તાઓએ દબાણો હટાવી લીધાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ વહીવટી તંત્ર દ્વારા ત્રણ દિનથી શહેરમાં ઠેર-ઠેર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે વિદ્યાનગરમાં દબાણો દુર કરવાના હેતુથી તંત્ર દ્વારા રિક્ષા માર્ગો ઉપર ફેરવીને સતત એનાઉન્સ કરવામાં આવતું હતું. સોમવાર સુધી દબાણો દુર કરવામાં નહીં આવે તો બુલડોઝર ફેરવી દેવાની પણ ચીમકી આપવામાં આવતી હતી. દબાણ હટાવો ઝુંબેશના પગલે જિટોડીયા માર્ગ ઉપર દબાણકર્તાઓએ ઔદ્યોગિક વસાહટ પાસે સ્વૈચ્છાએ દુકાનદારોએ ગેરકાયદેસરના દબાણો દુર કર્યા હતા. જોકે આણંદ પ્રાંત અધિકારી કૈલાશ માનસરોવર જઇ રહ્યા હોઇ સોમવારે અન્યત્રને ચાર્જ સોંપવામાં આવશે. તેમ કલેકટરે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ, અમૂલ ડેરી રોડ, કલેકટર કચેરી રોડ, બોરસદ ચોકડી પાસે તંત્ર દ્વારા ગેરકાયદેસરના દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ જિટોડીયા માર્ગ ઉપર એક તરફના દબાણો દુકાનદારોએ સ્વૈચ્છાએ દુર કર્યા હતા. બીજી તરફ ઝુપડપટ્ટી તરફના જૈસે થે હાલતમાં દબાણો જોવા મળ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા રવિવારે વિદ્યાનગર રિક્ષા માર્ગો ઉપર ફેરવવામાં આવી હતી. જેમાં સૂચનાઓ આપવામાં આવી રહી હતી. કે, ગેરકાયદે દબાણો દુર કરી દેવા સોમવારે તંત્ર દ્વારા દબાણો તોડી પાડવામાં આવશે. જેના પગલે નાના બજાર, મોટા બજાર વિસ્તારમાં દબાણકર્તાઓએ સ્વૈચ્છાએ દબાણો દુર કર્યા હતા. આણંદ પ્રાંત અધિકારી હેઠળ દબાણો દુર કરવામાં આવતા હતા. પરંતુ તેઓ સોમવારથી કૈલાશ માનસરોવર જઇ રહ્યા હોવાથી અન્વત્રને ચાર્જ સોંપવામાં આવશે. ત્યારબાદ જ આણંદ શહેર સહિત વિદ્યાનગરમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પરંતુ રવિવારે તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી.

દંતાલી સીમમાંથી જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા
આણંદ જિટોડીયા રોડ પર દબાણકર્તાઓએ સ્વૈચ્છાએ દબાણો દુર કર્યા હતા.-પંકજ પટેલ

તોડી પાડેલા દબાણો દૂર કરવામાં આવ્યા
બોરસદ ચોકડી પાસે, બીગ બજાર પાસે તોડી પાડવામાં આવેલા ગેરકાયદેસર દબાણો બે દિવસથી જૈસે થે હાલતમાં ફેરવાઇ ગયા હતા. આથી આણંદ નગરપાલિકાની ટીમો દ્વારા રવિવારે તોડી પડાયેલા દબાણોનો જથ્થો ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેના પગલે ઠેર-ઠેર ટોળે ટોળા પણ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...