• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • મહેળાવમાં એસટી ડ્રાયવરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં

મહેળાવમાં એસટી ડ્રાયવરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેળાવખાતે રહેતાં એસટી બસના ડ્રાયવરના બંધ મકાનમાં મોડી રાત્રે ત્રાટકેલાં તસ્કરોએ અડધા લાખના દાગીના અને રોકડની ચોરી કરી હતી. બનાવ સંદર્ભે મહેળાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, મહેળાવ ખાતે રબારીવાસમાં રહેતાં અને એસટી ડ્રાયવર તરીકે ફરજ બજાવતાં કરશનભાઈ રેવાભાઈ રબારી 26મીની રાત્રે ફરજ પર ગયાં હતાં અને તેમનાં પરિવારજનો ખેતરમાં આવેલા બીજા મકાનમાં સુવા માટે ગયાં હતાં. દરમિયાનમાં પાછળથી ત્રાટકેલાં તસ્કરોએ તેમનાં મકાનના દરવાજાનું તાળું તોડી અંગર પ્રવેશ કરી ત્રણ તોલાનું મંગળસુત્ર, સોનાની ચેઇન, સોનાની બે વીંટી મળી કુલ રૂ.46,000ના દાગીના તિજોરીમાંથી ચોરી કરી નાસી ગયાં હતાં. વહેલી સવારે બનાવ સંદર્ભે પરિવારજનોને જાણ થતાં તેઓ ચોંકી ગયાં હતાં અને પોલીસ મથકે જાણ કરી હતી.

બનાવની જાણ થતાં મહેળાવ પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં તસ્કરના કોઇ સગડ મળ્યાં નહતાં. અંગે મહેળાવ પોલીસે કરશનભાઈ રબારીની ફરિયાદ આધારે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરીનો બનાવોનો સિલસિલો ચાલુ રહ્યો છે. લોકો દિવસભર ગરમીથી ત્રસ્ત મકાન બંધ કરી ધાબા પર સુવા જાય તે દરમિયાન મકાનોમાં ચોરી થવાના કિસ્સામાં વધારો થયો છે. બાબતે પોલીસે સઘન પેટ્રોલીંગ કરવા સામાન્ય પ્રજામા માગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...