• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચરોતરમાં પૂરની સાથે આકાશી પાણીની આફત : કપડવંજમાં 8 ઇંચ

ચરોતરમાં પૂરની સાથે આકાશી પાણીની આફત : કપડવંજમાં 8 ઇંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરગુજરાત બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં ચરોતરનો વારો કાઢ્યો હોય એમ મુશળધાર પાણી ઠાલવ્યું હતું. એક તરફ સાબરમતી, શેઢી અને મહીસાગર સહિતની નદીઓ ગાંડીતૂર બનતા ચારેકોર પૂરની સ્થિતિ સર્જાઇ છે ત્યાં બાકી હતું તો મેઘરાજાએ પણ દેમાર વરસાદ વરસતા સ્થિતિ બેકાબૂ બની છે. ખેડા અને આણંદ જિલ્લામાં મુખ્યત્વે મહેમદાવાદ, મહુધા, કઠલાલ અને કપડવંજ તાલુકામાં પાંચ ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોરસદ અને સોજિત્રામાં ત્રણ ઇંચ વરસ્યો હતો. દરમિયાન બંને જિલ્લાઓમાં પૂરે ભારે તારાજી સર્જી છે. સાબરમતી, શેઢી, મહીસાગર સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતા કાંઠાના ગામો ખાલી કરાવાયા હતા.

પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે ગુરુવારે સવારે 8 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન મહેમદાવાદમાં 125 મી.મી., મહુધા 114, કઠલાલ 115, કપડવંજ 109, માતર 86, ખેડા 81, નડિયાદ 66, ગળતેશ્વર 63, વસો 43, ઠાસરા 32, આણંદ તથા ઉમરેઠ તાલુકામાં 43, બોરસદ 60, સોજિત્રા 58, પેટલાદ 24, તારાપુર અને ખંભાત તાલુકામાં 21-21 મી.મી. વરસાદ વરસ્યો હતો. દરમિયાન ગુરુવારે સવારે 8 થી સાંજ 4 કલાક સુધીમાં ખેડા જિલ્લાના કપડવંજમાં વધુ 91 મી.મી., નડિયાદમાં 71, માતર 66, ખેડા તથા મહેમદાવાદ 59, મહુધા 62, કઠલાલ 40, ગળતેશ્વર 73 તેમજ આણંદમાં 24, ઉમરેઠ 59, બોરસદ19, પેટલાદ 14 મીમી. જેટલો વરસાદ દિવસ દરમિયાન નોંધાયો હતો.

ખેડા માટે સૌથી મહત્વની બાબત છે કે વર્ષ 2016માં આજ દિન સુધી એટલે કે 27.07.16 સુધીમાં સમગ્ર જિલ્લામાં સિઝનનો 1682 મી.મી., વરસાદ વરસ્યો હતો જેની સરખામણીમાં ચાલુ ‌વર્ષે અત્યાર સુધીમાં 5475 મી.મી. (સાડા ત્રણ ગણો વધારે) વરસાદ વરસી ચૂક્યો છે.

તારાપુરના રિંઝા ગામે લોકોને રીતે ખસેડાયા હતા. (તારાજીનાવધુ સમાચાર વાંચો મુખ્ય આવૃત્તિના પેજ નં.2 પર)

બંને જિલ્લામાં પૂરથી સેંકડોનું સ્થળાંતર, ગામો કરાવાયા ખાલી : આર્મી ઉતારાઈ

ખમૈયા કરો મેઘરાજા |ખેડામાં ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણોથી વધુ વરસાદ

અન્ય સમાચારો પણ છે...