તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બાળકોને અપાયેલા નાસ્તામાં ઇયળો નીકળતાં ચકચાર મચી

બાળકોને અપાયેલા નાસ્તામાં ઇયળો નીકળતાં ચકચાર મચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષકોએ ઘટતું કરી કાર્યવાહી હાથ ધરવા લેખિતમાં ફરિયાદ આપી

આણંદનજીક વલાસણ તાલીમ ભવન (ડાયેટ) ખાતે મહેળાવ પ્રાથમિક કુમાર-કન્યાશાળાના વિદ્યાર્થીઓએ વલાસણ તાલીમ ભવનમાં સ્માર્ટ કલાસની મુલાકાત લીધી હતી. ત્યારે મુલાકત દરમ્યાન તાલીમ ભવન ખાતે વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલ નાસ્તામાં ઇયળો નીકળતાં શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી હતી.

વલાસણ નહેર પાસે તાલીમ ભવન કેન્દ્ર આવેલ છે. જેમાં વર્ષ દરમ્યાન કુલ 200 ઉપરાંત વિદ્યાર્થીઓને સ્માર્ટ કલાસ અવરનેસની તાલીમ આપવામાં આવતી હોય છે. ત્યારે મહેળાવ કુમાર-કન્યા શાળાના 50 જેટલા વિદ્યાર્થીગણ અને શિક્ષકો મુલાકાત અર્થે આવ્યા હતા. બપોરે બટાકા-પૌઆનો નાસ્તો અપાયો હતો. જેમાં પૌઆમાં ઇય‌ળ હોવાનું ધ્યાને આવતા વિદ્યાર્થીઓને નાસ્તો કરવા જણાવ્યું હતું.

વલાસણ તાલીમ ભવનમાં મુલાકાતે ગયા હતા

અન્ય સમાચારો પણ છે...