• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ગામડીના ધુમ તલાવડીમાં બિસ્માર રસ્તાથી પરેશાની

ગામડીના ધુમ તલાવડીમાં બિસ્માર રસ્તાથી પરેશાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ પાસેના ગામડી ગામ સ્થિત ધુમ તલાવડી વિસ્તારમાં છેલ્લાં કેટલાંય સમયથી બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક રજૂઆતો છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંય સમયથી ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતું હોવાના કારણે શિયાળા-ઉનાળાની ઋતુ દરમિયાન ચોમાસા જેવી સ્થિતિ સર્જાતી હોય છે. રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં છે. જોકે, રસ્તાઓ પર કિચ્ચડ, અને પાણી ભરાઈ રહેવાને લીધે બિમારીનું પ્રમાણ પણ આ વિસ્તારમાં વધ્યું છે. આ મામલે સ્થાનિકો આ વિસ્તારમાં સત્વરે રોડ બનાવવામાં આવે જેથી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જાય તેવી રોષ સાથે માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...