• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • હવે, વેરીફિકેશન સર્ટી.વિના પાસપોર્ટ ઈશ્યુ થશે

હવે, વેરીફિકેશન સર્ટી.વિના પાસપોર્ટ ઈશ્યુ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરઆઈ હબ તરીકે ગણાતા ચરોતર માટે આનંદની વાત એ છે કે, હવે આણંદ શહેરમાં જ પોસ્ટ ઓફિસ ખાતે નવીન પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે. તેને કારણે હવે, અમદાવાદ-વડોદરા સુધી ચરોતરવાસીઓને જવું પડતું હતું તેના ધક્કા નહીં ખાવા પડે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા તત્કાલમાં પાસપોર્ટ ઈશ્યુ કરવા માટે વેરીફિકેશન સર્ટીફિકેટની જરૂરત પડતી હતી, તે પણ નાબુદ કરી દેવામાં આવી છે. હવે, તત્કાલમાં કોઈ પણ વેરીફિકેશન વિના જ પાસપોર્ટ ઈશ્યુ કરાશે, એમ અમદાવાદ ખાતેના રીજીયોનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ) નીલમ રાનીએ જણાવ્યું હતું.

સાંસદ દિલીપભાઈ પટેલના હસ્તે બપોરે બે કલાકે પાસપોર્ટ સેવા કેન્દ્રને રીબીન કાપીને ખુલ્લી મૂકાઈ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, શહેર તેમજ જિલ્લાના નાગરિકોને સુવિધા ઘરઆંગણે મળી રહે તે હેતુસર કરવામાં આવેલા પ્રયાસને કેન્દ્ર સરકારે આખરી ઓપ આપ્યો છે. આણંદ ખાતે છઠ્ઠી પાસપોર્ટ ઓફિસ કેન્દ્રનો પ્રારંભ થયો છે. આ અગાઉ દાહોદ, પાલનપુર, જામનગર, ભાવનગર અને નડિયાદ ..અનુસંધાન 3 પર

પ્રતિદિન 28 પાસપોર્ટ ઈશ્યુ થશે
અમદાવાદ રીજીયોનલ ઓફિસેથી પ્રતિદિન 28 પાસપોર્ટ ઈશ્યુ કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયા કરાય છે. સોમવારે ઓનલાઈન એપોઈમેન્ટ લઇ કામગીરી હાથ ધરાઈ હતી. કાંતિભાઈ પરમાર, હેડ, પાસપોર્ટ સેવા કેન્દ્ર.