તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ઉંટવાડા પાસે રિક્ષા બાઈક સામસામે અથડાતા 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંટવાડા પાસે રિક્ષા - બાઈક સામસામે અથડાતા 1નું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તારાપુર-ખંભાતરોડ સ્થિત ઉંટવાડામાં રવિવારે સાંજે બાઈક-રિક્ષા સામસામે અથડાતાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બેને ઈજા પહોંચી હતી. બનાવ સંદર્ભે તારાપુર પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, તારાપુર-ખંભાત રોડ સ્થિત ઉંટવાડા સીમ પાસેથી વિષ્ણુભાઈ પરસોત્તમભાઈ મકવાણા રિક્ષામાં બેસી પસાર થતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા બાઈક સાથે તેમની રિક્ષા અથડાઈ હતી. જેના કારણે રિક્ષામાં સવાર ચંદુભાઈને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે બીજી તરફ રિક્ષા ચાલક તેમજ વિષ્ણુભાઈને ઓછા-વધત્તા પ્રમાણમાં ઈજા પહોંચતા તેમને તાત્કાલિક નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. હાલમાં બંનેની હાલત સ્થિર છે. બનાવ સંદર્ભે વિષ્ણુભાઈની ફરિયાદના આધારે તારાપુર પોલીસે બાઈકચાલક વિરૂદ્ધ મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તારાપુર -ખંભાત રોડ પર છેલ્લાં કેટલાંય સમયથી અકસ્માતના બનાવો ટ્રાફિકને લઈને વધવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો