તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠમાંથી પશુચોર ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠપોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન એક કારનો શંકાના આધારે પીછો કરીને થામણા રોડ પર ઝડપી પાડી હતી. અને તેને અટકાવતા કારમાં બેઠેલ શખસો ભાગી ગયા હતા. પોલીસે તેઓનો પીછો કરી બે શખસોને ઝડપી પાડી પૂછપરછ કરતાં અલગ અલગ વિસ્તારમાંથી બકરા ચોરીની કબૂલાત કરી હતી. તેથી પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ઉમરેઠ પોલીસ શનિવાર રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમ્યાન એક કાર પૂરઝડપે પસાર થતાં પોલીસે શંકાના આધારે તેનો પીછો કર્યો હતો. અને થામણા રોડ પર પોલીસે કારને અટકાવી હતી. પરંતુ અંધારાનો લાભ લઇ કારમાં બેઠેલા શખસો ભાગી ગયા હતા. જેથી પોલીસે તેઓનો પીછો કરી બે શખસોને ઝડપી પાડ્યા હતાં. તેઓની પૂછપરછ કરતાં તેમણે પોતાની ઓળખ વિપુલ ગજેન્દ્રભાઈ તળપદા અને કિરીટ જયંતીભાઇ તળપદા બંને નડિયાદ તરીકે આપી હતી. વધુ પૂછપરછ કરતાં આણંદ-ખેડા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં બકરા ચોરી કરતા હોવાનું કબૂલાત કરી હતી. જેથી પોલીસે બંનેની અટકાયત કરી હતી. વધુ પૂછપરછ કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો