તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ ઇસ્માઇલનગરમાં રોગચાળાે વકર્યો : 30ને હોસ્પિટલમાં ખસેડાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ ઇસ્માઇલનગરમાં રોગચાળાે વકર્યો : 30ને હોસ્પિટલમાં ખસેડાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદશહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઇસ્માઇલનગર અને ખાટકીવાડ, પોલશન ડેરી રોડ વગેરે વિસ્તાર છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી દૂષિત આવે છે. જેના પગલે વિસ્તારમાં ઝાડા-ઊલટી, ટાઇફોઇડ, મેલેરિયા જેવા રોગોએ માથું ઉચક્યું છે. સોમવારના રોજ વિસ્તારમાં આવેલ ખાનગી દવાખાનામાં 30થી વધુ રોગચાળા ઉલટીના દર્દીઓ સારવાર માટે ઉમટી પડ્યા હતા. ઉપરાંત અન્ય સોસાયટીમાં પણ રોગચાળાએ દેખા દીધા છે. તેમ છતાં પાલિકાતંત્ર દ્વારા વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવી રહ્યું છે. તેના કારણે વિસ્તારની રજૂઆત સાંભળવા સત્તાધિશો તૈયાર નથી.જેથી અવાર-નવાર ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળે છે.

આણંદ શહેરના ઇસ્માઇલનગર તથા ખાટકીવાડ પાસે આવેલ નૂરાની સોસાયટી, નયા વતન સોસાયટી, માતૃભૂમિ સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી ગટરના પાણી બેક મારી રહ્યા છે. જેના કારણે રસ્તા પરથી કુંડીઓ ઉભરાઇ રહી છે. જેથી મુખ્ય રસ્તા પર ગંદકી છવાઇ ગઇ છે. અને માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે. ઉપરાંત વિસ્તારમાં આવેલ પીવાના પાણીની પાઇપલાઇનમાં પણ લીકેજ હોવાથી ગટરના ગંદા પાણી પીવાની પાઇપલાઇનમાં ભળી જતાં ઘરના નળોમાં દુષિત પાણી આવી રહ્યું છે. ગંદકીના કારણે મચ્છર સહિત જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. તેથી છેલ્લા એક સપ્તાહથી વિસ્તારમાં બીમારીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ખાસ કરીને નયા વતન સોસાયટી, નૂરાની સોસાયટી અને ઇસ્માઇલનગરમાં ઝાડા-ઊલટી, ટાઇફોઇડ અને મેલેરિયાએ દેખા દીધા છે. જેના કારણે દરરોજના પંદર કેસ ખાનગી દવાખાનામાં નોંધાઇ છે. વિસ્તારમાં આવેલ ખાનગી દવાખાનાઓ સવારથી દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.આ અંગે વિસ્તારના રહીશોઅે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો