તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • બોચાસણના સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોચાસણના સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીએપીએસસંસ્થાના ગાદી સ્થાન બોચાસણમાં દર વર્ષની જેમ વર્ષે પણ ગુરૂપૂર્ણિમા પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 19મી જુલાઇને મંગળવારે સવારના 8 વાગ્યાથી કાર્યક્રમો શરૂ થશે. સંતો મહંતસ્વામી, ડોક્ટર સ્વામી, ત્યાગવલ્લભસ્વામી, ઇશ્વરચરણસ્વામી તથા આનંદસ્વરૂપસ્વામીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. પ્રસંગે સંતો દ્વારા કથાવાર્તા તથા વિવિધ યુવક મંડળો દ્વારા નૃત્ય, સંવાદ સહિતના સાંસ્કૃતિક કર્યક્રમો તથા ભજન કિર્તન, મંત્ર-પુષ્પાજંલિ વગેરે કાર્યક્રમો સાથે પ્રમુખસ્વામી મહારાજના વિડિયો દર્શન આશીર્વાદથી 11.30 કલાકે પૂર્ણ થશે. મહોત્સવમાં સંતોના આશીર્વાદનો લાભ લેવા સાધુ વેદજ્ઞદાસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત સારસા સતકૈવલ મંિદરે વહેરાખાડી ગંગેશ્વર મહારાજના આશ્રમે તથા આંકલાવડી શ્રી રવિશંકર મહારાજના આશ્રમે ગુરુપૂર્ણિમા નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત ડાકોર, વડતાલ, નડિયાદ સંતરામ તથા ચરોતરમાં આવેલ બાપાસીતારામની મઢી પર પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

વિદ્યાનગરમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે

આણંદ| વલ્લભ વિદ્યાનગરમાં નાના બજાર વિસ્તારમાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિરમાં યુગનિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 19મી જુલાઇને મંગળવારે બપોરના 2.30 કલાકે ગુરુદેવ રામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવીશર્માજીની ચરણ પાદુકાઓનું પૂજન બોરસદ તાલુકાના વાસણા ગામના પ્રજ્ઞાપુત્રી જયોતિબેન દ્વારા કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો