તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SP યુનિ.ના સમાજશાસ્ત્રના HOD લાંચ લેતાં ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરદારપટેલ યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ હિતેશ એન. પટેલે ઠાસરા તાલુકાના નેસ ગામના વિદ્યાર્થીને પીએચ.ડી. કરાવી દેવા માટે રૂ. 90 હજારની લાંચ લેતાં એસીબીએ સોમવારે ઝડપી લીધા હતા.

સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં પીએચડી કરતા એક વિદ્યાર્થીએ રથયાત્રાના દિવસે એસીબીની ટોલ ફ્રી નંબર પર ફોન કરી પીએચ.ડી. કરાવી આપવા માટે હિતેશ એન. પટેલ દ્વારા રૂ. 6 લાખની લાંચ માગી હોવાની ફરિયાદ કરી હતી. જોકે, આખરે સોદાની પતાવટ રૂ. 3 લાખમાં થઈ હતી. અંગે તેણે એસીબીને પ્રોફેસર દ્વારા અગાઉ પણ રૂ. 2.10 લાખ આપ્યા હતા તેમજ હાલમાં પણ તેઓ માંગણી કરી રહ્યા હોવાના તમામ પુરાવા આપ્યા હતા. જોકે, બાકીના રૂ. 90 હજાર સોમવારે આપવાના હોવાનું તેણે જણાવ્યું હતું. જેને પગલે ગાંધીનગરની એક ટીમ સોમવારે સવારથી યુનિવર્સિટીના કેમ્પસમાં આવી હતી. દરમિયાન પ્રોફેસર સમયે લેક્ચરમાં હોઈ તેઓ બપોરે દોઢ કલાકે આવ્યા હતા. પૈસા ગણીને તેઓ જતા હતા ત્યારે ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યા હતા. આણંદ એસીબી દ્વારા પ્રોફેસર સામે ગુનો નોંધી મંગળવારે તેમના વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો