તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • એમયુ પટેલ હાઈસ્કૂલમાં શુભેચ્છા સમારંભ યોજાયો

એમયુ પટેલ હાઈસ્કૂલમાં શુભેચ્છા સમારંભ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમયુ પટેલ હાઈસ્કૂલમાં શુભેચ્છા સમારંભ યોજાયો

આણંદ |ચારુતર વિદ્યામંડળ સંચાલિત એમયુ પટેલ ટેકનિકલ હાઈસ્કૂલમાં આચાર્ય સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ધો.10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં અધ્યક્ષ સ્થાને ચારુતર વિદ્યામંડળના માનદ્ મંત્રી પ્રિ. એસ.એમ. પટેલ, મુખ્ય મહેમાનના સ્થાને ચારુતર વિદ્યામંડળના માનદ સહમંત્રી ડો. એસ.જી. પટેલ, વિનોદીબહેન, વાસંતીબહેન તથા અતિથિ વિશેષ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વલય પટેલ, મેઘ પટેલ હાજર રહ્યાં હતાં. અધ્યક્ષ, મહેમાનોએ ધો.10ના વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં સારુ પરિણામ લાવવાના શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...