તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પરીક્ષાના બે મહિના બાદ પણ વિદ્યાર્થીઓ પરિણામથી વંચિત

પરીક્ષાના બે મહિના બાદ પણ વિદ્યાર્થીઓ પરિણામથી વંચિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પૂર્ણ થયાને બે મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પરિણામ જાહેર નહીં કરવામાં આવતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આશ્ચર્યજનક બાબતે છે કે આગામી માર્ચ એપ્રિલમાં લેવાનાર પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત પણ પૂર્ણ થઇ ગઇ છતાં પાછલી પરીક્ષાના પરિણામ ના આવતાં મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જઇને પરીક્ષા વિભાગમાં રજૂઆત કરી હતી.

એસ.પી.યુનિવર્સિટી દ્વારા વર્ષ 2015માં નવેમ્બર ડિસેમ્બરમાં લેવામાં આવેલી પરીક્ષામાં બીકોમ અને બીએસસીના પરિણામ હજી જાહેર કરવામાં આવ્યા નથી. પરીક્ષાને બે મહિનાનો સમય થઇ ગયો હોવા છતાં પરિણામ આપવામાં નહીં આવતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. બીજી તરફ યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાનાર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પરીક્ષાના ફોર્મ ભરવા માટે આપેલી સમયમર્યાદા પણ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં વિદ્યાર્થીઓ હજી પાછલી પરીક્ષાના પરિણામથી વંચિત રહ્યા છે. બે મહિના સુધી પરિણામ જાહેર નહીં કરવામાં આવતાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. જેથી શુક્રવારે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં જઇને પરિણામ વહેલી તકે આપી દેવા માટે રજૂઆત કરી હતી. એમાંય બીએસી અને બીકોમના આઠ પરિણામ જાહેર કરવાના બાકી હોય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

ગુરુવાર સુધીમાં પરિણામ જાહેર કરાશે

યુનિવર્સિટીનાપરીક્ષા વિભાગના નિલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘આઠ પરિણામ જાહેર કરવાના બાકી છે, જે ગુરુવાર સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. બીએસસી અને બીકોમના પરિણામ કેટલાંક કારણોસર જાહેર થઇ શક્યાં નથી.’

અન્ય સમાચારો પણ છે...