તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોરના ઠાકોર મિલકત માટે કોર્ટમાં પહોંચ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠમાં રણછોડરાયજીની જગ્યા પર ભાડુઆત બની વરસોથી અડીંગો જમાવનાર મધ્ય ગુજરાત વીજ કંપની પાસેથી મિલકત પરત મેળવવા ધા નાંખી વીજ કંપનીએ વરસથી ભાડું પણ ચૂકવ્યું હોવાની કોર્ટમાં રજૂઆત

ઉમરેઠમાંડાકોર ટેમ્પલ કમિટી હસ્તક ભગવાન રણછોડરાયના પગલા મંદિર આવેલું છે. મંદિરની જગ્યામાં આવેલી એક દુકાન વરસો પહેલાં એમજીવીએલને ભાડાપટ્ટે આપેલી છે. પરંતુ છેલ્લા વરસથી એમજીવીસીએલ દ્વારા દુકાનનું ભાડું ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવતાં હોવાથી રણછોડરાય ભાડું મેળવવા માટે કોર્ટમાં ફરિયાદ કરી છે. જેના પગલે નગરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

દ્વારકાથી ભગવાન રણછોડરાય સંવત 1212માં ભક્ત બોડાણાની ભક્તિના જોરે દ્વારકાથી ડાકોર બોડાણાનું ગાડુ લઇને આવવા માટે નીકળ્યાં સમયે રાત થઇ જતાં ભગવાન રણછોડરાયે બળદગાડાની દોર પોતાના હાથમાં લઇને ગાડું ડાકોર તરફ હંકાર્યુ હતું. ભક્ત બોડાણા સૂઈ ગયા હતા. જ્યારે સવાર પડ્યું ત્યારે ઉમરેઠની ભાગોળમાં આવી પહોચ્યું હતું.તે જગ્યાએ રણછોડરાયે પોતાના પગલા પાડ્યા હતા. તે જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું હતું. તે જગ્યા પગલા મંદિર તરીકે ઓળખાય છે.

ડાકોર રણછોડરાયના દર્શને જતાં ભક્તજનો પહેલા ઉમરેઠ પગલા મંદિરના દર્શન કરીને જાય તો તેમની ભક્તિ સફળ ગણાય તેવી લોકવાયકા છે. મંદિરની જમીન સર્વે નં.7376 નંબર ઉમરેઠ સિટી સર્વેની કચેરીમાં રણછોડરાયના નામે બોલે છે. મંદિરનો વહીવટ ડાકોર રણછોડરાય ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવે છે.

વર્ષો અગાઉ મંદિરની માલિકીની જમીનમાં આવેલ એક દુકાન બનાવીને જીઇબીને વાર્ષિક 600 રૂ.ના ભાડે આપવામાં આવી હતી. 2009માં જીઇબીનું એમજીવીસીએલમાં તબદીલીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમજીવીસીએલ દ્વારા દુકાનનું ભાડું ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવતાં હતાં. અંગે કમિટી દ્વારા વારંવાર એમજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં ભાડું નહીં ચૂકવતા આખરે ભાડું મેળવવા માટે તથા મિલકતનો કબજો પાછો મેળવવા માટે ટેમ્પલ કમિટી દ્વારા ઉમરેઠ કોર્ટમાં એમજીવીસીએલ સામે કેસ કરવામાં આવ્યો હતો. એમજીવીસીએલ એક સામાન્ય વ્યક્તિનું લાઇટ બીલ બાકી પડે તો બે મહિમાનામાં કનેકશન કાપી કાઢે છે. ત્યારે તેઓએ વરસનું માત્ર 600 રૂ. લેખે વરસનું ભાડું ચૂકવવાના ઠાગાઠૈયા કરતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ઉમરેઠ પગલા મંદિરની જમીન 1989 ઉમરેઠ સિટી સર્વે કચેરીમાં ભગવાન રણછોડરાયના નામે બોલાય છે.

રેન્ટ એકટ હેઠળ કોર્ટમાં કેસ દાખલ કર્યો

ડાકોરરણછોડરાય ટેમ્પલ કમિટીના મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘એમજીવીસીએલ દ્વારા 2009થી બાકી પડતું ભાડું ચૂકવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી કોઇ ભાડું ચૂકવ્યું નથી. આખરે ટેમ્પલ કમિટી એમજીવીસીએલ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવાનું નક્કી કર્યુ અને તેની તમામ સત્તા કમિટીના મેનેજરને સોંપવામાં આવી હતી. આથી અમે રેન્ટ એકટ 2015 મુજબ ઉમરેઠ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.’

ચેક જમા થતાં પરિસ્થિતિ સર્જાઇ

ઉમરેઠએમજીવીએલના જુનિયર એન્જિનિયર આનંદભાઈ ધોકાઇએ જણાવ્યું હતું કે ‘સમયસર અમે ભાડું ચૂકવી આપ્યું છે પરંતુ કોઇ કારણસર તે ચેક જમા થયો નથી કે જમા કરાવાયો નથી. ઘટનાની જાણ અમે ડિવિઝન ઓફિસમાં કરેલ છે.’

અન્ય સમાચારો પણ છે...