તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • MGVCL પાસેથી મિલકત પરત લેવા રણછોડરાયની કોર્ટમાં ધા

MGVCL પાસેથી મિલકત પરત લેવા રણછોડરાયની કોર્ટમાં ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાકોરનાઠાકોરની ઉમરેઠમાં જમીન સરવે નં.7376 નંબર પર પગલાં મંદિર છે. જમીન ઉમરેઠ સિટી સરવેની કચેરીમાં રણછોડરાયને નામે બોલે છે. મંદિરનો વહીવટ ડાકોર રણછોડરાય ટેમ્પલ કમિટી કરે છે. વર્ષો અગાઉ મંદિરની માલિકીની જમીનમાં આવેલી એક દુકાન બનાવીને જીઈબીને વાર્ષિક ~600ના ભાડે અપાઈ હતી. 2009માં જીઈબીનું એમજીવીસીએલમાં તબદિલીકરણ થયું હતું. ત્યાર બાદ એમજીવીસીએલે દુકાનનું ભાડું ચૂકવવામાં ઠાગાંઠૈયાં કર્યાં હતાં. અંગે ટેમ્પલ કમિટીએ વારંવાર રજૂઆત કરવા છતાં ભાડું ચૂકવાતાં ટેમ્પલ કમિટીએ એમજીવીસીએલ પાસેથી મિલકત પરત લેવા માટે અને બાકી રહેલું ભાડું લેવા માટે ઉમરેઠ કોર્ટમાં ફરિયાદ કરી છે. કમિટી મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘એમજીવીસીએલને 2009થી બાકી ભાડું ચૂકવવા માટે વારંવાર રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી તે ચૂકવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...