• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાંથી એક લાખ ફૂડ પેકેટ પૂરગ્રસ્તો માટે રવાના

આણંદમાંથી એક લાખ ફૂડ પેકેટ પૂરગ્રસ્તો માટે રવાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : બનાસકાંઠા જિલ્લામાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઇ પૂર પીડિતો માટે આણંદ જિલ્લામાંથી વિવિધ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, જીઆઇડીસી વલ્લભ વિદ્યાનગર અને નાગરિકો દ્વારાના સહયોગથી 102958 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,કલેકટર ડો.ધવલ પટેલે બનાસકાંઠાના પૂર પીડિતોને મદદરૂપ થવા માટે આણંદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી. જેને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ અગાઉ 60400 ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. જ્યારે આજે 42558 ફૂડ પેકેટ તૈયાર કરીને મોકલવામાં આવ્યા છે. કુલ 102958 જેટલા ફૂડ પેકેટ બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. તેમ જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...