• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વાસદ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

વાસદ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસદટોલનાકા પાસેથી વાસદ પોલીસે વાહન ચેંકીગની કામગીરી દરમિયાન બે શખ્સને રૂા. 1.11 લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને શખ્સની પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી રૂા. 3.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વાસદ ટોલનાકા પાસે વાસદ પોલીસ વાહનચેકીંગની કામગીરી કરી રહી હતી. દરમિયાન સમયે એક કાર પસાર થતાં પોલીસે તેને થોભાવી તપાસ હાથ ધરતા કારમાંથી વિદેશી દારૂની કુલ 510 બાટલો મળી આવી હતી. પોલીસે તે દારૂ કબ્જે લઈ બંને શખ્સની પૂછપરછ કરી હતી. જેમાં એક શખ્સ નટુજી કાનજી ઠાકોર અને તે પાટણનો રહેવાસી હોવાનું તેમજ બીજો શખ્સ મિતેશકુમાર રમણભાઈ સથવારા અને તે કલોલનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને શખ્સની અટકાયત કરી કાર સહિત રૂા. 3.11 લાખનો મુદામાલ કબ્જે લઈ પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...