• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદની ચરોતર એજ્યુ. સોસાયટીના નિયામક મંડળની ચૂંટણીમાં બે જૂથ વચ્ચે ખરાખરીનો જંગ

આણંદની ચરોતર એજ્યુ. સોસાયટીના નિયામક મંડળની ચૂંટણીમાં બે જૂથ વચ્ચે ખરાખરીનો જંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદમાંસો વર્ષ પહેલા સ્થપાયેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ચરોતર એજ્યુકેશન સોસાયટીના નિયામક મંડળની ચૂંટણીને લઇને બે જૂથ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. નિયામક મંડળમાં બંધુ વર્ગની સાત બેઠક અને સામાન્ય વર્ગની સાત બેઠક મળીને 14વ બેઠક પર 28 ઉમેદવારે ઉમેદવારી કરી છે. જાન્યુઆરી મહિનાથી હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં 31મી માર્ચે મતગણતરી કરાશે.

ઉલ્લેખનીય છે કે, સંસ્થાના નિયામક મંડળના સભ્યોનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતો હોય ગત જાન્યુઆરી મહિનામાં ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. નિયામક મંડળમાં બંધુ વર્ગમાં સાત બેઠક અને સામાન્ય વર્ગમાં સાત બેઠક મળીને 14 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. માટે રાજેશ પટેલ, પૂર્વ નાયબ કલેકટર જીજ્ઞેશભાઇ પટેલ અને નિવૃત પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ અભેસિંહ રાણાની નિયુક્તિ કરાઇ હતી. નિયામક મંડળની 14 બેઠક પર વર્તમાન ચેરમેન નિરવ પટેલની પેનલમાંથી અને સરદાર પટેલ પેનલમાંથી ઉમેદવારી કરાઇ હતી. બંધુ વર્ગમાં અંદાજે 650 મતદાર અને સામાન્ય વર્ગમાં 3500 અંદાજે 3500 મતદાર હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન સભાસદો, બેલેટ પેપર સહિત કેટલાંક મુદ્દાઓને લઇને વિવાદ પણ ઉભા થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. સંસ્થા ખાતે 31મી માર્ચના રોજ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં અાવશે.

સંસ્થાનો પરિચય

સંસ્થા 29

શિક્ષકો 800

વિદ્યાર્થીઓ 21000

પૂર્વ વિદ્યાર્થીઓ 3.50 લાખ

અન્ય સમાચારો પણ છે...