એમ. યુ. પટેલ હાઇસ્કૂલનો 56મો સ્થાપના દિન ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એમ.યુ. પટેલ હાઇસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શંકરભાઈ પારગીના માર્ગદર્શનહેઠળ શાળાનો 56મા સ્થાપના ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથી તરીકે ચારૂતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ,તથા ચા.વિ. મંડળના મંત્રી ડો. એસ. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચા.વિ.મંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે શિક્ષણ સ્તર ઉંચુ લાવવા માટેની પ્રેરણા આપી હતી. અને સ્થાપના દિનની શાળા-પરિવારને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...