તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • નડિયાદ, વસો, બાલાસિનોરમાં કોંગ્રેસે વિવિધ કાર્યક્રમો યોજ્યાં

નડિયાદ, વસો, બાલાસિનોરમાં કોંગ્રેસે વિવિધ કાર્યક્રમો યોજ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીમુદ્દે આમ જનતાને પડેલી રહેલી મુશ્કેલીઓના વિરૂદ્ધમાં વસો તાલુકા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયાં હતાં.

વસો તાલુકા કોંગ્રેસ સમિતિના આર.સી.ચૌહાણે જણાવ્યું હતું કે નોટબંધીના કારણે તાલુકાનો ખેડૂત, ખેતમજુર, પશુપાલક અને વેપારી વર્ગ પારાવાર મુશ્કેલીઓમાં મુકાઇ ગયેલ છે. વર્તમાન ભારત સરકારે પૂર્વ આયોજન નહીં કરવાના કારણે ખેડૂતોને પોતાના પૈસા જરૂરીયાત સમયે મળવાથી એક પછી એક મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. વસો તાલુકા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા આમ જનતાની માગણી માટે વસો મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. તાલુકામાં કાયદો -વ્યવસ્થા જોખમાશે તો તેની જવાબદારી સરકારની રહેશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

બાઇક રેલી, ધરણાં, સૂત્રોચ્ચાર, આવેદનપત્ર સહિતના કાર્યક્રમો યોજાયાં

બાલાસિનોરમાં કોંગ્રેસનું આવેદન

બાલાસિનોરમાંનોટબંધીના મુદ્દે કોંગ્રેસ દ્વારા રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રેલીની મંજુરી નહીં મળતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. સ્થાનિક ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભાતસિંહ ચૌહાણ, બાલાસિનોર શહેર પ્રમુખ મફતભાઇ ઠાકોર સહિત કોંગ્રેસ કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને પ્રજાને પડતી મુશ્કેલી રજુ કરવા રેલીની પરવાનગી નહીં આપી પ્રજાના અવાજને રૂંધવાનો પ્રયાસ કર્યો છે. તેવી રજુઆતો કરાઇ હતી.

નડિયાદમાં નોટબંધીના મુદ્દે નીકળેલી રેલી

નડિયાદમાંનોટબંધીથી પડતી હાલાકીના વિરોધમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના ધ્વજ સાથે બાઇક રેલી નીકળી હતી. બાઇકરેલ શહેરના સંતરામ મંિદરમાંથી નીકળીને નગરના વિવિધ માર્ગો ઉપર ફરીને સરદાર પટેલ ભવન પાસે આવેલ મહાત્માગાંધીજીના સ્ટેચ્યુ પાસે વિસર્જન થઇ હતી. રેલીમાં મોટી સંખ્યામાં જિલ્લાના તથા નડિયાદ શહેરના કોંગ્રેસ હોદ્દેદારો તથા કાર્યકરો જોડાયા હતા.

આણંદમાં શહેરમાં નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યાં હતાં. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત કાર્યકરો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...