તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ન્યૂઝ | આણંદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | આણંદ

એમેચરએશિયન યોગ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા આયોજિત સાતમી એમેચર એશિયન યોગ સ્પોર્ટસ-2016માં પેટલાદની અને હાલ કરમસદ ખાતે રહેતી જલ્પા કાછીયા આર્ટીસ્ટીક સીંગલ અને પેરમાં ભાગ લઇ 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત તથા આણંદનું ગૌરવ વધાર્યુ છે. ઉપરાંત તેની બહેને જીમીશા કાછીયાએ પણ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.

થાઇલેેન્ડના પતાયા ખાતે યોજાયેલી સાતમી એમેચર એશિયલ યોગ સ્પોર્ટસ-2016માં પેટલાદની જલ્પા કાછીયા અને તેની બહેન જીમીશા કાછીયાએ ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરી ભવ્ય સફળતા મેળવી છે. સ્પર્ધામાં એશિયાના વિવિધ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જલ્પા કાછીયાએ આર્ટીસ્ટીક પેર, આર્ટીસ્ટીક યોગ કોમ્પિટીશન તથા વ્યક્તિગત યોગ કોમ્પિટીશનમાં ભાગ લઇ ત્રણેય-ત્રણમાં ગોલ્ડ મેડલ મેળવીને ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ હતી.

ગરીબ પરિવારમાં ઉછરેલી જલ્પા કાછીયા અને જીમીશા કાછીયા બંને નાની હતી ત્યારથી તેના પિતાએ તેની માતા અને બંને દીકરીઓને ત્યજી દીધી હતી. અને બીજા લગ્ન કર્યા હતા.ત્યારબાદ તેની માતાએ બંને દીકરીઓને મહેનત-મજુરી કરી તથા લોકોના ઘરકામ કરી ઉછેરી હતી. બંનેનેે નાનપણથી યોગની તાલીમ આપતા જલ્પા કાછીયાએ અત્યાર સુધી અનેક સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કર્યુ છે.

હોંગકોંગ યોજાનારી સ્પર્ધમાં મેડલની મહેચ્છા

જલ્પાકાછીયાએ જણાવ્યું હતું કે થાઇલેેન્ડ, હોંગકોંગ તથા અન્ય દેશો અને ભારતમાં પંજાબ સહિત કેટલાક રાજ્યોના સ્પર્ધકોએ સ્પર્ધમાં ભાગ લીધો હતો. તેમાં તેણીને 3 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થતાં આનંદની લાગણી વ્યક્ત કરી છે. અને હવે પછી હોંગકોંગ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લઇ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાની મહેચ્છા ધરાવે છે.\\\'

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં 35થી વધુ મેડલ મેળવ્યા

જલ્પા કાછીયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં પાંચ ગોલ્ડ મેડલ, સાત સીલ્વર મેડલ, ત્રણ બ્રોન્ચ સહિત 35થી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે. તથા 22 ઉપરાંત ચેમ્પિયનશીપ ટ્રોફીઓ પ્રાપ્ત કરી દેશ- ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

જલ્પા કાછીયાએ પોતાના પરિસ્થિતિને ધ્યાને રાખી યોગ ટ્રેનર તરીકે સરકારી નોકરી અથવા તો પોલીસમાં વિશેેષ કોટા હેઠળ નોકરી આપવાની માગ કરી છે. તેણીએ કહ્યું હતું કે જો સરકાર દ્વારા તેણીને મદદ કરવામાં આવે તો તે ગુજરાત માટે યોગ ક્ષેત્રે પ્રતિભા ધરાવતાં બાળકોને ટ્રેનીંગ આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તરીકે દેશનું ગૌરવવંતુ કરી શકે છે.

સરકારી નોકરીની માગ

થાઇલેન્ડ જવાના નાણાં પણ હતા

જલ્પાકાછીયા એક શાળામાં યોગ ટ્રેનર તરીકે સેવા આપે છે. અને ટુંકા પગારમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. તેની પાસે થાઇલેન્ડની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જવા માટે નાણાંની વ્યવસ્થા હતી. જોકે, એક દાતાએ તેની મદદ કરી હતી. અને થાઇલેન્ડ જઇને યોગ સ્પર્ધામાં સુંદર દેખાવ કરી 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે.

એશિયન યોગ ચેમ્પિયનશીપમાં જલ્પા કાછીયાને ત્રણ ગોલ્ડ મેડલ

આર્ટીસ્ટીક પેર, આર્ટીસ્ટીક યોગ કોમ્પિટીશન તથા વ્યક્તિગત યોગ સ્પર્ધામાં ત્રણે-ત્રણમાં ચેમ્પિયન બની

અન્ય સમાચારો પણ છે...